________________
૬૨
ગુરૂના ત્રણ ભેદ છે.-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આચાર્ય સર્વોપરિ ગુરૂ છે, ઉપાધ્યાય શિક્ષા અને સાધુ ધર્મગુરૂ છે.
ગુરૂની સેવા કરવી એટલે તેમને જઈ વંદન કરવું, તેમને આહારપા માટે નિમંત્રણ કરવું, તેમનું ગ્ય કાર્ય માથે ચઢાવવું, તેમને હિતોપદેશ ધ્યાનપૂર્વક સાંભળો, અને તેમનાં તરફ ભકતિ અને બહુ માનથી વર્તવું.
ગુરૂની સેવાથી ગુરૂ પ્રસન્ન થઈ શાસ્ત્રના ઉંડા રહસ્ય સંભલાવે છે. એ રહસ્ય જાણ્યાથી આપણે સમ્યકત્વ પામી, આપણી જિંદગીમાં ખરે રસ્તે ચડીને, સુખી થઈયે છીએ, અને ભવાંતરમાં સદ્ગતિ મેળવીયે છીએ. માટે ગુરૂને ઉપકાર મહાન છે.
બાળકના ગુરૂ માબાપ છે, વિદ્યાર્થીના ગુરૂ શિક્ષક છે, અને ધર્માથીના ગુરૂ ધર્મગુરૂ છે.
નાના બાળકેએ માબાપની આજ્ઞામાં રહેવું જોઈએ, વિદ્યાથીઓએ શિક્ષકની આજ્ઞા સ્વિકારવી જોઈએ, અને ધર્માર્થી જનેએ ધર્મગુરૂની આજ્ઞા પાળવી જોઈએ.'
આજ લગી જે જેનના ગુણવાન અને વિદ્વાન આચાર્યો થઈ ગયા તે બધા આપણું ગુરૂ જ છે, તે પણ ગુરૂ તરીકે તમસ્વામિનું નામ આપણને તરત યાદ આવે છે.
શ્રીૌતમસ્વામિ જાતે બ્રાહ્નણ હતા. તેમણે મહાવીર સ્વામિ પાસે પહેલી દીક્ષા લીધી તેથી તે પહેલા ગણધર ગણુયા. ગણુ એટલે સમુદાય. સાધુઓને સમુદાય સંભાળનાર તે ગણધર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org