________________
૩૩
એટલે સર્વને છોડવા લાયક છે.
પુણ્ય નવ પ્રકારે બંધાય છે.-સુપાત્રને અન્ન આપવાથી, પાછું આપવાથી, સ્થાન આપવાથી, શા આપવાથી. વસ્ત્ર આપવાથી. સારૂં મન રાખ્યાથી, સારાં વચન બોલવાથી, સારી સેવા ચાકરી કરવાથી, અને નમસ્કાર કરવાથી, આમ નવ પ્રકારે પુણ્ય બંધાય છે,
પુણ્ય કરવાથી આવતા ભવમાં દેવતા થવાય છે, અથવા મનુષ્યપણું મળે છે, અથવા કંઈ નહિં તે સુખી હાલતવાળું તિચપણું પ્રાપ્ત થાય છે, પુણ્યથી ઉત્તમ કુળ, પુણે: દિયપણું, ઉત્તમ શરીર, પૂર્ણ અપાંગ, મજબુત બાંધો, સુંદરરૂપ, નિરગતા, મધ્યમકદ, બળવાનપણું, પ્રતાપ, કાંતિ, સારી ગતિ, સાર સ્વર, ચાતુર્ય, મજબુતી ઉત્તમતા, કપ્રિયતા, તથા યશ મળતા રહે છે. પુણ્યથી ભવાંતરમાં સારા વર્ણ-ગંધ-રસ-સ્પશનાં સુખ મળે છે. એટલું જ નહિ, પણ મહાન પુણ્ય કરવાથી તીર્થક૨૫દ પણ પ્રાપ્ત કરી શકાય છે
પુણ્યના બે વિભાગ છે.-પુણ્યાનુબંધિપુણ્ય અને પાપાનુબંધિપુણ્ય જે પુણ્યના ફળ ભેગવતાં પાછું નવું પૂણ્ય બંધાતું રહે તે પુણ્યને પુણ્યાનુબંધિપુણ્ય કહે છે. અને જે પુણ્યના ફળ ભેગવતાં વચ્ચે નવ નવાં પાપના બંધ કરવામાં આવે તેને પાપાનુંબંધિપુણ્ય કહે છે. પુણ્યાનુબંધિપુણ્ય આપણને ઉંચીથી ઉંચી સ્થિતિ પર લઈ જાય છે, ત્યારે પાપનુબંધિપૂર્ણ આખરે અધમ સ્થિતિ પર લઈ જાય છે.
૧ સારા પરિણામ-વિચાર-ભાવ રાખવાથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org