________________
શ્રી પંપમેભ્યો નમઃ | अथ श्री मल्लधारी देवप्रभसूरिकत पांडवचरित्रनुं भाषांतर प्रारंभः
પ્રથમ સર્ગ. ગ્રંથકર્તાએ આદ્યમાં ચાર તીર્થકરોનું મંગલાચરણ કરવું છે તે આવી રીતે – પ્રથમ શ્રી રૂષભદેવ ભગવાન વિષે મંગલાચરણ
अनुष्टुप् वृत्तम् श्रियं विश्ववयत्राण, निष्णोः मुष्णातु वः प्रभुः॥ ફાંકઃ jરાહત, શ્રીમન્નાઈમામુવઃ | ૧ |
અર્થ..
સ્વર્ગ મૃત્યુ તથા પાતાળ એ ત્રણ લોકનું રક્ષણ કરવા વિષે જે અતિ ચતુર છે, સર્વ પ્રાણીઓને સુખના કરનારા છે, જેમનાં કમળના જેવાં નેત્ર છે, અને જે શ્રીમન્નાભિરાજાના
ગૃહને વિષે ઉત્પન્ન થયા છે એવા (શ્રીરૂષભદેવ સ્વામી આદ્યતીર્થકર) પ્રભુ તમારી લક્ષ્મીની તે પુષ્ટતા કરો. # ૧
- આ પદ્યમાં ગ્રંથકર્તાએ આ રહસ્ય રાખ્યું છે–આદ્ય તીર્થંકર શ્રીરૂષભદેવ ભગવાન CE સર્વ સમૃદ્ધિએ કરી યુક્ત હતા, તેમની પાસે જાણે ગ્રંથકર્તા એવી પ્રાર્થના કરે છે કે, સર્વ નિધન પર
મશ્રિત પ્રાણીઓની વ્યવહારિક અને પારમાર્થિક પ્રમુખ સર્વ પ્રકારની લક્ષ્મીની વૃદ્ધિ થાય
તેમ કરો. અહીં કોઈ આશંકા કરે કે, બીજી બધી રીતની પ્રાર્થનાને મૂકી દઈને માત્ર લક્ષ્મીની ૭) પુષ્ટિ કરવાની પ્રાર્થના કરવાનું કારણ શું? એને જવાબ એ કે, બધા પદાર્થોનો લક્ષ્મીને વિષે વસ ( સમાવેશ થાય છે. એનું વર્ણન શાસ્ત્રોને વિષે ઘણું કર્યું છે તે જાણી લેવું. વળી એથી શ્રી II
આદિનાથ ભગવંત પોતે સર્વ લમીએ કરી સંપન્ન હતા એમ પણ સૂચન કર્ચ છે, કેમકે, જે છે પોતે જે પદાર્થની સંપત્તિવાન હોય તેની પાસે તે પદાર્થના દાનની પ્રાર્થના કરાય છે એવો સા- 4 ધારણ નિયમ છે. અર્થાત્ શ્રીનાભિરાજાના ગ્રહને વિષે જન્મ ધારણ કરવું છે તેથી ઐહિક લક્ષ્મીની સીમાવાન છે, તથા તીર્થકર હોવાથી પારમાર્થિક લક્ષ્મીની પણ સીમાવાળા છે, એમ
સ્પષ્ટ સિદ્ધ થાય છે. એ સ્તવનાત્મક મંગલાચરણ છે અને “પુંડરીકાક્ષ એ પદવડે શ્રીભSS) વાનનાં નેત્રને કમલોની ઉપમા દીધી છે, તેથી ઉપમા અલંકાર જાણી લેવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org