SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ એક સમયે રાજમંદિરાદિક નિર્માણ કરવા માટે યોગ્ય એવાં કાષ્ઠોને આણવા માટે રથકારો તે મોહોટા અરણ્યમધ્યે ગમન કરતા હવા. તે સમયે અરણ્યનેવિષે સંચાર કરનારો તે હણિ, તે થકારોને અવલોકન કરીને માસક્ષપણવ્રતનાં પારણાં કરવા માટે ઈચ્છા કરનારા બળભદ્રમુનિને માટે સૂચવતો હવો. તે સમયે જેવું ચિત્ત નિરાકાંક્ષછે એવો તે ખળભદ્રમુનિ, તે હિરણ વારંવાર સૂચવ્યું છતાં તે હરણના અનુલક્ષે કરીને વનનો છેદ કરનારા તે થકાણેપ્રત્યે ગમન કરતો હવો. તે સમયેઉત્તમ ઉત્તમ વૃક્ષોને છેદન કરીને, મધ્યાન્હકાળે નાનાપ્રકારના રસોએ જેનો પાક (રસોઈ) યુક્તછે, એવા તે થકાર એક ઠેકાણે ભોજન કરવામાટેપવિષ્ટ થયા છતાં એટલામાં સાક્ષાત મૂર્તિમાન ધર્મજ જાણે આવ્યો હોયના! મેવા તે બલભદ્રમુનિને દૂરથી અવલોકન કરીને આનંદયુક્ત એવો રથકારોનો અધિપતિ એવું ચિંતન કરવા લાગ્યો કે, “અહો ખેરાદિક વૃક્ષોને રહેવાનું સ્થાન એવા પણ આ અરણ્યનેવિષે અમોને કલ્પવૃક્ષ કચાંથી દેખાયછે!! એટલે પૅરાદિ વૃક્ષસરખું ધાતક, અને સિંહ વ્યાપાદિકોમયુક્ત એવા આ અરણ્યમધ્યે કલ્પવૃક્ષસરખા વાંછિતફળ દેનારા સાધુ કેમ દેખાય છે!! તે માટે અમારૂં મોટું ભાગ્યછે. આ લોકમધ્યે સંપત્તિરૂપ કૂળ દેનારાં ઘણાં કલ્પવૃક્ષ છે; પરંતુ આ મુનિરૂપ કલ્પવૃક્ષ પરલોકનેવિષે પણ સ્વર્ગ અને મોક્ષરૂપલક્ષ્મીના ફળનું દેનારૂં છે. એ માટે આજ આ મુનિના દર્શને કડીને હું ધન્યછું, અને મારો જન્મ આજ સ્તુતિ કરવામાટે યોગ્યછે, અને આજ આ મારૂં વનમધ્યે આગમન પણ સફળ થયું.” ઇત્યાદિક મનમધ્યે ચિંતન કરનારો, અને જેના શરીર ઉપર રોમાંચ ઉત્પન્ન થયાંછે, એવો તે રથકારોનો અધિપતિ ઉઠીને સામો જઇ જેણે ભૂમિનેવિષે પોતાનું મસ્તક સ્થાપન કરસ્યુંછે; એવો હોતો થકો તે મુનિપ્રત્યે વંદન કરતો હવે. પછી જેની ઇંદ્રિઓ આ તંયુક્ત છે, અને જેને મહોટી પ્રીતિ છે એવા તે બળભદ્રમુનિને પ્રાથુકે કરીને, અર્પણ કવામાટે યોગ્ય જે પૂજાદિ દ્રશ્યો-તે એ રીતે, અને પાનસહિત અન્ને કરીને સત્કાર કરતો હવે. તે સમયે રોહિણય (બળભદ્ર) મુનિ અત્યંત શ્રદ્દાએયુકત એવી તેની મનોવૃત્તિને જાણીને પોતાના ચિત્તનેવિષે એવું ચિંતન કવા લાગ્યો કે “અહો! આ સમયવિષે આ થકારોનો અધિપતિ મને અવલોકન કરીને અનંદપર્વરાતાને ધારણ કરેછે; તે માટે અ મહાત્મ્ય નો ભાવ અતિ નિર્દોષ છે. સત્પાત્રદર્શને કરીને તત્કાળ પ્રાપ્ત થએલો ભાવજ ભાગ્યનો વિસ્તાર કરેછે. તે એમ કે, તે ભાગ્યે કરીનેજ તે પુરૂષોનું સંસારવૃક્ષ સમૂળ નિર્યું ન કરવું જાયછે. એ માટે જે ભાવનેવિષે આરૂઢ થનારા પુરૂષને મુક્તિસુખ પણ હસ્તગતજ છે; એવા ભાવનૅવિષે સાંપ્રતકાળે આ મહાત્મા થકારોનો અધિપતિ આરૂઢ થયોછે. તે માટૅ માસક્ષ ણના પારણાની ઈચ્છા ધારણ કનારો હું, આ સમયે ભાવિક અને વિવેકી .વો એનો ભાવ કિંચિત્ પણ સ્ખલન કરનાર નથી.” એવો વિચાર કરીને પછી అల Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy