SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ ળરામની પૂજદિકે કરીને કૃત્યકૃત્યને માનનારૂં જેનું ચિત્ત છે, એવો તે સિદ્ધાર્થ દેવ પણ છાયા છે SS સરખે નિરંતર બળરામના સમીપભાગે સંચાર કરતો હો. પછી એક તરફ મીરભગવાન પર અને બીજી તરફ ધયેયુક્ત જેમની બુદ્ધિ છે એવા તે બળભદ-એમ બને જેમ ચંદ્ર અને સૂર્ય એઓ પથ્વી ઉપર પ્રકાશ કરે છે, તેમ પૃથ્વી ઉપરના સર્વ લોકો ઉપર ઉપકાર કરતા હતા. એ 5 માટે તે રામકૃષ્ણના બંધવ એવા તમે પાંડવો પણ, તે બળભદ્દે સ્વીકારેલા માર્ગનો આશ્રય કરીને, જેઓનાં ચિત્ત ઈચ્છારહિત છે એવા હોતા થકા તેમના સરખું કરવા માટે યોગ્ય છો. કારણ કે ઉત્તમ પ્રકારના જે હીરાદિક મણી તે સંપૂર્ણની, લોકોને ભૂષણ કરવું એવી એક પ્રકારની જ વD છે સ્થિતિ છે, તેમજ ઉત્તમ પ્રકારના દીપનું અંધકારના નિવારણવિના બીજું કઈ કૃત્ય નથી; તે છે મયે તમેતો યુદ્ધમયે શત્રુઓનો નાશ કરો, પછી રાજ્ય કરવું, અને નિરૂપમ એવા સુખનો ઉપભોગ કર; હવે તમને આ સંસારને વિષે ઉપભોગ કરવાને યોગ્ય એવી કોઈપણ વસ્તુ અ િવશેષ રહી નથી; કેવળ જે અદ્વૈત સુખ તે માત્ર તમારે ભોગવવાનું રહેલું છે; એ માટે તે વિષે કોડ ઉતાવળા ત્વરા કરશે; તે વિષે કાલક્ષેપ કરવો યોગ્ય નથી. એ પ્રકારે કરીને ધર્મઘોષ મુનિની વાણીએ જેઓને મોટો ઉત્સાહ પ્રાપ્ત થયો છે, એવા ) તે પાંચ પાંડવ, ધિક્કારપૂર્વક સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા કરતા હવા. ત્યારપછી તે પાંડવો KID અકસ્માત ઉઠીને તે મુનીશ્વરને પ્રણામ કરીને જેઓનો વૈરાગ્ય અત્યંત તરંગયુક્ત છે, એવા હતા કે જે થકા ફરી પોતાની નગરી પ્રત્યે પ્રવેશ કરતા હવા; અને શ્રીકૃષ્ણના ઊપકારનો પ્રત્યુપકાર કરતા થઈ થકા શુભ મુહર્ત વિષે તે જરાકમારને પોતાના રાજ્યનેવિષે અભિષેક કરતા હવા. તે સમયે કારાગ્રહનવિષે પર્વરોધન કરેલા જે બંધિજને હતા તેઓને મુક્ત કરીને, અને દુષ્કર્મરૂપ પરમાણુ ઓએ વ્યાસ એવા પોતાને પણ શુદ્ધકરીને દીન, અનાથ એવા પુરૂષોના દરિદને સુવર્ણ સમુદાજયના દાન કરીને નાશ કરતા હવા. પછી તે પાંડવો દુર્ગતિરૂપ અંધકૃપથી પોતાનો ઉદ્ધાર કરવા તેમ છો માટે સંખ્યારહિત એવા ઘણા ધનને સમક્ષેત્રને વિષે નિવપ કરતા હવા. તેણકરીને તે સંપર્ણ છે દ્રવ્યનું મુક્તિરૂપ એક ફળ ઉત્પન્ન થયું. વિશેષ શું વર્ણન કરવું. પરંતુ તે પાંડવો સર્વ છેકાણે સુવર્ણસમુદાયે કરીને એવી વૃષ્ટિ કરતા હતા કે જેણે કરી લોકો મળે ઉત્તમર્ણ અને અઘમર્ણ એટલે ધનકો અને રિણકો એઓનાં નામ પણ લોપને પામ્યાં. ત્યારપછી તે સમયે યથાયોગ્ય 3 એવાં માણિક્ય મૌતિકાદિકોનાં જે આભૂષણે, તેણે કરીને સુશોભિત, અને ઇંદના ઐરાવત ગજને કેવળ બાંધવજ હોયના! એવા સ્થળ અને શુભ્ર ગદ ઉપર આરોહણ કરનારા, અને જેઓએ હસ્તવિષે ચામર ગ્રહણ કર્યા છે એવો સાક્ષાત અપ્સરાઓનો સમુદાય જાણે હોયના! એવી અને અંગાર સમુદાયનું કેવળ અધિષ્ઠાન એવી વારાંગનાઓના સમુદાયે કરીને પરિ- હા અQિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy