________________
A
ஒரு
પ્રકારનો મનોહર મેવો આહાર જેના હસ્તનેવિષેછે; એવા બળરામે સહવર્તમાન હું તે ઉપવન પ્રત્યે આવ્યો; અને ત્યાં બળરામને મેં એવો પ્રશ્ન કરો કે “હું રામ! આ ભોજનયોગ્ય અન્ન તમને કેવી રીતે પ્રાપ્ત થયું! અને નગરમધ્યે શત્રુ એવા તે અચ્છદંતના દૃષ્ટિમાર્ગનેવિષે તમે કેમ પ્રાપ્ત થયા? અર્થાત્ તેના દેખવામાં તમે કેવી રીતે આવ્યા?” પછી તે ખળરામે મને એવું કહ્યું કે, “હું ગોવિંદ! નગરમધ્યે બજારનેવિષે ઉત્તમપ્રકારનાં ભોજનલાયક અન્નને હું સુવર્ણનું કડુ આપી વેચાતું લઇને માર્ગ ચાલ્યો છતાં, કોઈપણ પ્રકાર કરી જેણે વૃત્તાંત જાણ્યોછે એવો, યમના સો ભયંકર, અને સેનાનો કેવળ સમુદ્ર એવા તે અચ્છદંત મને રોધન કરતો હવો; અને એવું ભાષણ કરવા લાગ્યો કે, “ર રોહિણી પુત્ર, ૨ે પાંડવમાંધવ, તું કચાં જાયછે! તું ફરી પોતાના હસ્તમાં આયુધ ધારણ કર; અને યુદ્ધ કરવા માટે મન પણ ધારણ કર.” એવું તેનું ભાષણ સાંભળીને ભોજ્યપાત્રનો ત્યાગ કરી સિંહનાદે કરી ઉદ્ધૃત એવો હું હસ્તિબંધન કરવાનો સ્તંભ હાથમાં લેઇને તેણે કરી શત્રુની સેનાનો નાશ કરતો છતાં તેં પણ આવીને મને જોયો.” એવો બળરામે વૃત્તાંત કહ્યો. પછી અમે તે વનમધ્યે ભોજન કરી અનુક્રમે આગળ નીકળ્યા; તે કેટલેક કાળે, જેનેવિષે ઉશ્વક દુષ્પ્રાપ છે, એવા કૌશાંબનામે આ અરણ્યપ્રત્યે આવ્યા. તે સમયે આ પુન્નાગવૃક્ષની છાંયાપ્રત્યે પ્રાપ્ત થએલો, શ્રમ પામેલો, અને તૃષાત્ક્રાંત એવો હું, બળરામપ્રત્યે ઉદકપાનની યાચના કરવા લાગ્યો. તે સમયે “ઉપવેયુકત એવા આ અરણ્યનેવિષે તું અસાવધાન રહીશ નહીં” એવી મને આજ્ઞા કરીને, અને “હું ઉતાવળો પાણી લેઇને પાછો આવુંછું” એવું કહીને, અને મારા સહાય માટે વનસંબંધી દેવતાઓને યોજીને આ સ્થળથી તે બળરામ પાણીનો શોધ કરવા માટે નીકળી ગયા. પછી હું તો પીતાંબરે આાદિત એવા માહારા ડાબા ખોળા નેવિષે દક્ષિણ ચરણને આરોપણ કરીને, શ્રમે કરીને જેને નિદ્રા પ્રાપ્ત થઇછે એવો હું, આ વૃક્ષના અધોભાગનેવિષે રાયન કરતો હવા. ત્યારપછી કોઇએક ભ્રમે કરીને તેં મને ચરણનેવિષે બાણે કરી વિદ્ધ કરો. હું જરાપુત્ર! એ તને મેં મારી મૂળથી સંપૂર્ણ કથા કહીછે.”
એવું તે કૃષ્ણના મુખથી દ્વારકાનું દાહરૂપ અનિષ્ઠ શ્રવણ કરી હું મોહોટા દુ:ખે કરી દેવની નિંદાપૂર્વક એવો શોક કરતો હવો કે, “જેનાં કર્તવ્ય અતકન્યે છે એવા હે વિધે! નાનાપ્રકારના કૌતુકોએયુક્ત એવી એ દારકાંને નિર્માણ કરી સાંપ્રતકાળે તે દ્વારકાંને દગ્ધ કેમ કરતો હો! હા ટે!! મારૂં માતિપતા તે દ્વારકાંમધ્યે અગ્નિમ્બે દુગ્ધ થયાં. હવે સ્નેયુકત એવા તે મારા બંધુઓ કચાં હરો વારૂં? અને જેણે ઈંદ્રનું સામ્રાજ્ય જીત્યું, એવું તે શ્રીકૃષ્ણનું રાજ્ય કચહાં ગુમાવ્યું? અને વેલુકાએયુક્ત એવા આ વૃક્ષના અધોભાગે તે કૃષ્ણનું રહેવું કેમ થયું! અને હાહાઇતિખેદે!! ત્યાંપણ આ કૃષ્ણનું મારા હાયે ખાણે કરી તાડન કેમ થયું? હાહા! સુખે ઉધેલા એવા ભાઈ જે
Jain Educationa International
૧૪૧
For Personal and Private Use Only
૫૧
www.jainelibrary.org