________________
ઉતરવા કરતાં માત્ર એટલું જ કહેવું બસ થઈ પડશે કે પૂર્વાચાર્યોએ પરમ કરૂણાની દષ્ટીએ જે દર્શન વિધિ અથવા પૂજાની પદ્ધતિઓ દર્શાવી છે, તે નહીં સમજી શકવાને લીધે વિા તેને આદર નહીં કરવાને લીધે પૂજાનું અંતિમ ફળ આપણને પ્રાપ્ત થઈ શકતું નથી. વિધિપુર:સર ન પ્રવર્તવું, તેમજ પ્રભુપૂજાનું યથાર્થ સ્વરૂપ ન સમજવું એ પણ પુરૂષાર્થની ખામી જ છે.
વર્ષો અને સૈકાઓ થયાં આપણા પૂજ્યપાદ પરમપકારી પૂર્વચાર્યો એ ગુણે આપણને ઓળખાવવાને તથા એ ગુણ તરફ આપણી નિર્મળ દષ્ટિ આકર્ષવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. એક માત્ર સદેવ સધર્મ અને સગુરૂની પીછાન–ઓળખાણ થાય એટલા માટે ભંડારોના ભંડારે ભરાય તેટલા ગ્રંથે આપણા માટે મૂક્તા ગયા છે, પ્રભુના પ્રત્યે આદરબુદ્ધિ ઉત્પન્ન થાય અને તે દ્વારા આત્માના ગુણે પ્રકાશિત થાય તે અર્થે ભાવ અને રસથી પરિપૂર્ણ એવા સેંકડે અને સહસ્ત્રો સ્તવને કેવળ માત્ર જનહિતાર્થે રચતા ગયા છે. પ્રભુનાં દર્શન પામી દર્શક આત્મા વિશુદ્ધ થાય તે હેતુથી ગંભીર રહસ્યવાળી વિધિઓ પણ તેઓ દર્શાવતા ગયા છે. આટલું આટલું કર્યા છતાં હજી આપણને પ્રભુની ખરી પીછાન થઈ નથી તેનું શું કારણ આપણા અનેક જૈન બધુઓ હદયના સાચા ભાવથી નિત્ય દેરાસરમાં જાય છે, ત્યાં યથાશક્તિ વિધિ પ્રમાણે પૂજા તથા ભાવપૂજા કરે છે, સ્તવને તથા સ્તુતિઓ પણ મધુર કઠે આલાપે છે, સ્વસ્તિક વિગેરેની ક્રિયા કરી ભવભયથી મુક્ત થવાની ભાવના ભાવે છે, છતાં તેને ધારેલા પ્રમાણમાં તેમને લાભ નથી મળતે તેનું શું કારણ? એજ કે આપણી ખરી કિયાઓને અથ
Jain Educationa International
For Personal and Private Use Only
WWW.jainelibrary.org