________________
જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી,
કર્મ જીવી વસે મુક્તિ ધામે.”તાર હે તાર પ્રભુ. સ્વામી-પ્રભુ-સદેવના ગુણેને પરિચય પ્રાપ્ત કરી જે ભવ્યાત્માએ તેમની અંતઃકરણના ઉલ્લાસથી પૂજા-ભકિત કરે તેઓ દર્શનની શુદ્ધતા પામ્યા વગર રહે નહીં એટલું જ નહીં પણ સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરી ચારિત્ર, તપ અને વીર્યના ફુરણ દ્વારા સંપૂર્ણ કાર્યોને પરાસ્ત કરી મુક્તિધામ હસ્તગત કર્યા વગર પણ રહે નહીં.
તપસ્વીઓની આ જન્મ તપસ્યાનું અંતિમ ફળ મુક્તિ, મુનિએના અવિચ્છિન્ન સંયમનું અદ્વિતીય લક્ષ-મુકિત, યોગીઓની જન્મજન્માંતરની સાધનાનું દૃષ્ટિબિન્દુ મુકિત, જે એકમાત્ર દેવ દર્શનથી જ પ્રાપ્ત થઈ જતું હોય કિંવા શ્રી વીતરાગદેવના દર્શન માત્ર વડે જે સહેજે મુક્તિપુરીનું રાજ્ય હસ્તગત થઈ જતું હોય તે પછી એ ક હીણભાગી હોઈ શકે કે તેની દેવદર્શનમાં પ્રવૃત્તિ ન થાય? આપણે સે કઈ યથાશક્તિ દેવદર્શન અર્થે ઉદ્યમ સેવીએ છીએ, એની કેઈથી ના કહી શકાય તેમ નથી. પરંતુ શ્રા દેવચંદ્રજી મહારાજે કહયું તેમ પુરૂષાર્થની ખામીને લીધે પ્રભુદર્શનનું પવિત્ર નિમિત્ત મળવા છતાં આત્મ શુદ્ધિ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. ત્યારે હવે મુખ્ય પ્રશ્ન એ ઉદ્દભવે છે કે આપણામાં એવી તે કઈ પુરૂષાર્થમાં ખામી છે કે જેને લીધે આપણને દર્શનનું સંપૂર્ણ અને સુંદર ફળ પ્રાપ્ત થઈ શકતું નથી? શું આપણે સ્તોત્ર લલકારવામાં કંજુસાઈ વાપરીએ છીએ ? શું આપણે મસ્તક નમાવવામાં પ્રમાદ સેવીએ છીએ? કે શું પૂજાના દ્રવ્યને સંચય કરવામાં બેદરકારી રાખીએ છીએ? આવા આવા અનેક પ્રશ્નના જવાબની મિમાંસામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org