________________
૨૦
પૂજાની દ્રવ્ય સામગ્રી. શુદ્ધ ભૂમિમાં ઉત્પન્ન થયેલાં સુગંધી પુષ્પ, પવિત્ર કેશર, બરાસ, ચંદન, ધૂપ, ગાયના ઘીને દીવે, અખંડ અક્ષત, તાજાં નૈવેદ્ય અને મનહર સ્વાદિષ્ટ સચિત્ત અચિત્ત પ્રમુખ ફળ એ પ્રકારે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી તૈયાર કરવી.
પછી દેરાસરની જમણી બાજુથી પ્રવેશ કરીને ત્રણ નિસિદ્ધિનું ચિંતવન કરે, ત્રણ પ્રદક્ષિણા ફરે, ત્રિકરણ (મન, વચન, કાયાની) શુદ્ધિ કરે, પવિત્ર પાટલા પર બેસીને મને હર તિલક કરે, અને પૂજાના વિલેપનને ધૂપથી ધૂપીને પછી નિસિહિ કહેતાં થકા દેરાસરના મૂળ મંડપમાં પ્રવેશ કરીને પંચાંગ નમસ્કાર ત્રણ વાર કરે. પછી અષ્ટપડ મુખકેશ બાંધી જિનરાજ પ્રતિમાના આગલા દિવસનાં નિમોહ્ય ઉતારે. પછી મોરપીછવડે પ્રભુનું પ્રમાર્જન પતે કરે. યત્નાપૂર્વક આગલા દિવસનાં પુષ્પ ચંદન કેશર ઉતારવાં અને દુધથી પખાસ કરીને પછી શુદ્ધ જળથી પ્રક્ષાલન કરવું. તે વખતે જન્માભિછેક સંબંધી સર્વ ચિતાર મનમાં ચિંતવવો. પછી બે કે ત્રણ સુંવાળાં જંગલુહણાંથી પ્રભુનું અંગ જળરહિત કરવું, અને નવે અંગે ધૂપથી કેશરને શુદ્ધ કરી પૂજન કરવું. દેવપૂજા વખતે મુખ્ય વૃત્તિઓ કરીને મૌન જ રહેવું કહ્યું છે. જે તેમ ન બની શકે તે પ્રભુના ગુણની ભાવના ભાવવી. પ્રથમ મૂળનાયકની પૂજા કરી પછી અનુક્રમે સર્વ બિંબની પૂજા કરવી. દર્શન કરનારનું મન પ્રફુલ્લિત થાય તેવી રીતે પુખેથી આંગી રચવી. અનુક્રમે ધૂપ દીપની પૂજા કરવી.
અગ્રપૂજા–ઉજજવળ શાલિ પ્રમુખના અખંડ અક્ષતવડે પ્રભુ સન્મુખ અષ્ટ મંગલિકને આલેખ કરો અથવા શુદ્ધ સ્વસ્તિક કરી ભાવના ભાવવી. છેવટ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org