________________
૧૮
તથા સચિત્ત વસ્તુઓ વિગેરે દુર મૂકવી (૨) સર્વ આભૂષણ રાખવા (૩) ઉત્તરાસણ રાખવું (૪) પ્રભુને દેખતાંજ નમો નિri કહેવું (૫) મનની એકાગ્રતા રાખવી. આ પ્રમાણે પંચાભિગમ સાચવીને શ્રાવક નિતિ એ પદને ઉચ્ચાર કરતો દેરાસરમાં પ્રવેશ કરે. દેરાસરમાં પ્રવેશ કરતાં પહેલાં તન, મન જેમ બને તેમ નિર્મળ અને નિષ્પા૫ રાખી, દેરાસર તરફ ગતિ કરવાની જરૂર છે અને એટલા માટે સાવધ વ્યાપારમાંથી મનને દૂર કરવું જોઈએ. પ્રભુદર્શન થતાં મસ્તક નમાવી પ્રણામ કરે, પછી ભાવના કરે, પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા ફરે, પછી નિસિહિપૂર્વક મૂળ મંડપમાં પ્રવેશ કરે, પ્રભુની જમણી બાજુએ ઉભા રહીને તેમના ગુણની સ્તવના કરે, પછી સ્વસ્તિક પ્રમુખ કરે.
સ્વસ્તિક (સાથીયા) ની સમજણ. દેરાસરમાં સ્ત્રી પુરૂષે બાજોઠ ઉપર ચેખાને જે સ્વસ્તિક (સાથી) કરે છે, તેમાં ઘણેજ ગંભીર અર્થ રહેલો છે. તે દરેક જૈને જાણવો જોઈએ, એમ ધારી અમે તેનું રહસ્ય આપીએ છીએ
સ્વસ્તિક (સાથીયા)ને ચાર પાંખડાં હોય છે, તે ચાર પાંખડાં એટલે (૧) મનુષ્ય, (૨) દેવ, (૩) તિર્યંચ, (૪) નારકી એમ ચાર ગતિ સમજવી અને તેની ઉપરનાં ત્રણ બિંદુને (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર એમ ત્રણ રત્ન સમજવાં. તેની ઉપરનું અર્ધ ચંદ્રાકાર ચિન તે ઊર્થ સ્થાન સિદ્ધસ્થાન કિંવા મુક્તિસ્થાન સૂચવે છે. સાથીયાની અંદરનાં ચાર ખાનાંનાં ચાર તથા વચલું એક એમ મળી જે પાંચ બિંદુ થાય તેને (૧) અહંત, (૨) સિદ્ધ, (૩) આચાજી, (૪) ઉપાધ્યાયજી, (૫) સર્વ સાધુ એમ પંચપરમેષ્ઠી જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org