________________
(૩) મનને એકાગ્ર કરવું. (૪) ઉત્તરસંગ એકવડું અને બને છેડાસહિત રાખવું. (૫) જિનેશ્વરને દૂરથી નીહાળી અંજલિબદ્ધ પ્રણામ કરવા અને “નમે જિણાણું”ને ઉચ્ચાર કર. દર્શન કરતી વેળા પુરૂષોએ જિનેશ્વર ભગવાનની જમણું દિશાએ ઉભા રહેવું અને સ્ત્રીઓએ ડાબી દિશામાં ઉભા રહેવું એવી શાસ્ત્રજ્ઞા છે. આ આજ્ઞાનું કેટલેક સ્થળે પાલન થતું નહીં હોવાથી સ્ત્રી-પુરૂષને સંઘટ્ટ થાય છે, તે ઈચછવા જોગ નથી.
પ્રસંગોપાત અવગ્રહ અને વંદના સંબધે પણ બે બોલ કહીશું. જિનેશ્વર ભગવાનથી ૯ હાથ દૂર રહી ચૈત્યવંદના કરવી, તેને જઘન્ય અવગ્રહ કહેવામાં આવે છે. નવ હાથથી વધારે અને સાઠ હાથની અંદર રહી વંદના કરવી તેને મધ્યમ અવગ્રહ કહેવાય છે અને સાઠ હાથ દૂર રહી વંદના કરવી તે ઉત્કૃષ્ટ અવગ્રહ લેખાય છે વંદનાના પણ તેવા ત્રણ ભેદ છે. કેવળ નવકારાદિ સ્તુતિ *કાદિથી પ્રભુવંદના કરવી તે જઘન્ય વંદના, ચૈત્યવંદન કરી, નમુથુછું ભણી, ઉભા થઈ અરિહંત ચેઈઆણું કહી કાઉસગ્ગ પારી સ્તુતિ કહેવી તેને મધ્યમ વંદના અને પાંચ નમુથુણં આઠ સ્તુતિ તથા જાવંતિ ચેઈયાણું, જાવંત કેવી સાહુ અને જ્યવીયરાય વડે વંદના કરવી, તેને ઉત્કૃષ્ટ વંદના કહેવામાં આવે છે. •
આપણે જે સ્તવનોનો દેવમંદિરમાં પાઠ કરીએ છીએ, તેને પણ પૂર્વાચાર્યોએ ચાર ભાગમાં વહેંચી નાંખ્યા છે અને તે ભેદે
૧ આ અવગ્રહમાં દેરાસરની વિશાળતા વિગેરે પ્રમાણુ ધ્યાનમાં રાખી તદ્યોગ્ય અવગ્રહ જાળવવાના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org