________________
૨૮૧ જાનને વાજિત્ર વાજે, જાણે આષાઢ જલધર ગાજે જુગતે કરીને જાદવ ચઢીયા, પ્રથમ ઘાવ નગારે પડીયા. ૩૭ મયગલ માતાને પરવત કાલા, લાખ બેતાલી સબલ સુઢાલા, છાકે છડ્યાને મદેજરંતા, મૂકે સારસી ચાલે મલપતા. ૩૮ લાખ બેતાલીસ તેજી પાખરીયા, ઉપર અસવાર સેહે કેસરીયા; અચ્છી કચ્છી ને પંચકલ્યાણ, પૂછે પિઢા ને પુરૂષ સવાણા. ૩૯ સમગતે ચાલે ને ચક રહંતા, ચંચલ ચપલને ચરણે નાયતા સાજ સોનેરી શેહે કેકાણ, લાખ બેતાલીશ વાજે નિશાણ. ૪૦ લાખ બેતાલીશ રથ જે તરીયા, કેડી અડતાલીશ પાલા પરવરિયા નેજા પંચરંગી પંચકેડ જાણું, અઢીલાખ તે દીવીધર વખાણું. ૪૧ સેહે રાજેન્દ્ર શેલહજાર, એકએંશી વલી સાથે સૂહાર સાથે સેજવાલાં પંચલાખ વારૂ, માંહે સુંદરી બેડી દેદારૂ. ૪૨ શેઠ સેનાપતિ સાથે પરધાન, ભલીભાંત શું ચાલી હવે જાન; બંદુકની ધૂમે સૂર છિપાયે, રજડંબરે અંબર છો. ૪૩ ધવલમંગલ ગાએ જનરણ, જાણે સરસતીની વિણારણુજાણ; વાગે કેશરીયે વરઘડે જડિયા, કાને કુંડલ હીરે તે જડીયા. ૪૪ છત્ર ચામર મુકુટ બિરાજે, રૂપ દેખને રતિપતિ લાજે જાન લઈને જાદવ સધાવ્યા, ઉગ્રસેનને તેરણે આવ્યા. ૪૫ દેખી રાજુલ મનમાં ઉદ્ધસે, અંતર દેખી જેમ સમુદ્ર ઉધસે, ઘણા દિવસની રાજુલ તરસી, સજી શણગાર જુએ આરસી. ૪૬ અંજન અંજીત આંખે અણુઅલી, વેણ સરલીને સાપણ કાલી, શીશ ફૂલને સેંથે સીર, માયણ રાજાનું પસર્યું છે પર ૪૭ ગાલે ગીરીને ઝાલ ઝબૂકે, મદભર માતીને નજર ન ચૂકે, નાસા નિર્મલ અધર પરવાલી, કેડે થેડીને ઘણું સુકુમાલી. ૪૮ ભૂષણ ભૂષિત સુંદર રૂપ, મુખ પૂરન ચંદ અનુપ રૂડા રૂપાલા કુચ ઉનંગ, કણસે કસીને કીધાં છે તંગ. ૪૯ હૈયે લાખણે નવસર હાર, ચરણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org