________________
૨૪૧
ગાયન ૧૯ મું. તું તે નામ સમર લે સીતા સતીપતિએ રાગ. વાલા વાસુપૂજ્ય જિનરાજ, બાળને તારજો રે. ત્રિભુવન સ્વામી અંતરજામી, આતમરામી અવિચળધામી, દીનબંધુ દીનવત્સલ દુઃખ નિવારજે રે વાલા. ૧
સાખી. લખ ચોરાશી નિમાં, ભટા વારંવાર
ચાર ગતિના ચેકમાં, વેચાણે નિરધાર. છેદન ભેદન તાડન તર્જન વાર રે. વાલા | ૨ ભજવ્યા ભવમંડપ વિષે, નાટક નવ નવ રંગ; થાયે વિધ વિધ વેષથી, ઘો સુખ હવે અભંગ. શ્રી મુખે સાંકળચંદને કદિ સંભારજો રે. વાલા ૩
ગાયન ૨૦ મું. મનમંદિર આવે રે, કહું એક વાતલડી–એ રાગ. સુણે સુવ્રતસ્વામી રે, અરજ એક હું ઉચ્ચ ભવસિંધુ ઉતારે રે, સદા તુજ ધ્યાન ધરું.
સાખી. હું પામર તું મહા પ્રભુ, સમરથ જગદાધાર; તુજ આણ નવ શીર ધરી, એ મુજ વાંક અપાર, તરતાને તારી રે, શી શાબાશી ધરે; પણ ડુબતે તારે રે, તારક નામ ખરે. સુણે ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org