________________
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, એટલું જ આવવાનું પડે છે. રસ્તે ચોકીઓ આપવી પડે છે. ખરેડીથી નીકલતાં પહેલી ચેકીએ મરદના રૂા. ૦-૪-૦ અને સ્ત્રીના રૂા. ૦૨-૦ લે છે. આગળ બે જગ્યાએ માંથા દીઠ રૂા, ૦-૧–૦ લે છે. અંબાજી ગામમાં જતાં દાંતાના રાષ્ટ્ર તરફથી મુંડકું માણસ દીઠ રૂા. ૧-૧૫-૬ અને આબુજી જઈ આવ્યા હોય અગર જવાના હોય તે રૂા. ૦-૬-૮ બીજા તથા સ્ત્રીના રૂા, ૧૪-૩ અને આબુજી જઈ આવ્યા હોય અગર જવાનાં હોય તે રૂા, ૦-૬-૮ જુદા એવી રીતે લેવામાં આવે છે. ચેકી દરેક ત્રણ ત્રણ ગાઉ ઉપર છે, દરેક જગ્યાએ પાણીની જોગવાઈ રાખી છે. એકંદર અંબાજી બાર ગાઉ થાય છે. ખરેડીથી નીકલતાં ત્રણ ગાઉ પર એક નદી આવે છે, જેને કીનારા ઉપર હોટલ છે. બીજી ૬ ગાઉની ચોકી ઉપર હેટલા છે. ધર્મશાળા અંબાજીમાં આશરે ૧૫ થી ૨૦ છે. રહેવાની સોઈ ઘણી સારી છે. સીધું સામાન વિગેરે મલે છે. અહીંથી કુંભારીઆઇ તીર્થ ૦ માઇલ થાય છે.
કુંભારીઆજી.
દહેરાસરે પાંચ તથા એક ધર્મશાળા છે. વાસણ ગોદડાં વિગેરે ભલે છે. એ દહેરાસરે શેઠ વિમલશાન બંધાવેલાં છે. ઘણું રમણીય અને આરસના પત્થરની ઉત્તમ કેરણવાલા છે. મુળનાયકનું દહેરાસર શ્રીમીશ્વર મહારાજનું ગણાય છે. અત્રે ન્હાવાની સોઈ સારી છે. તેમાં કારખાનું પણ છે. એ દહેરાસરો હાલ વગડામાં છે. બીજી કોઈ જાતની વસ્તી નથી. આગળ ત્યાં કુંભલમેર નામની નગરી થઈ હતી, જ્યાં આગળ કુંભારાણાનું રાજ હતું તેથી દહેરાસરે કુંભારીઆઇ તીર્થ તરીકે ઓળખાય છે. અહીંથી પાછું અંબાજી આવી ખરેડી આવવું. આવતી વખતે ચેકી તથા મુંડકું કંઈ આપવું પડતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org