________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૫૯ રાણું ગામ અજમેરથી રાણીગામ ૧૦૦ માઈલ થાય છે, સ્ટેશનથી થોડે છેટે ૧૨૫ માણસે સમાઈ શકે તેવી ધર્મશાળા તથા દહેરાસર છે. પંચતીર્થ ફરવા વાતે ગાડાઓ મલી શકે છે. અહીંથી ગાઉ ૧ વરકાણાજી જવું.
વરકાણાજી. મોટી ધર્મશાળા તથા મોટા બે દહેરાસર છે, તેમાં શ્રી વરણુજી પાર્શ્વનાથના નામથી જગત પ્રસિદ્ધ દહેરાસર છે, જણસ ભાવ ભલી શકે છે. વળી એ દહેરાસરમાં ૧ શીલાલેખ ધાબા પર છે, પણ ઉકલતો નથી પિય વદ ૧૦ની અત્રે જાત્રા ભરાય છે. અહીંથી ગાઉ ૨ નાંદેલ જવું.
નાંદેલ. દહેરાસર સાત તથા ધરમશાળા છે, જણસ ભાવ મલ છે. અહીંથી રાણી સ્ટેશન આઠ માઈલ થાય છે, અહીંથી ગાઉ બે નાંદલાઈ જવું.
' નાંદલાઈ. અહીંથી ગામને છેડે ૧૦૦ માણસે સમાઈ શકે એવડી ધર્મશાળા છે. ગામમાં નવ દહેરાસર તથા ગામની ભાગોળમાં બે છે. અને બાજુએ અડધા અડધા ગાઉને ચઢાવની ડુંગરની ટેકરીઓ છે, તેમાં એક સિદ્ધગિરિજીની અને એક બી ગીરનારની ટેકડી કહેવાય છે, તે બે ટેકરીઓ ઉપર બે દહેરાસરે છે, તે મળી અહીં અગીઆર દહેરાસરો છે, જણસ ભાવ મલે છે, અહીંથી ગાઉ ત્રણ ધાણેરા જવું.
ધાણે. દહેરાસરે દશ તથા ધર્મશાળા છે, સર્વ ચીજ મળે છે. વળી અહીંઆ સુકવણી સારી લે છે. અહીંથી બે ગાઉ ઉપર જંગલમાં ડુંગરની સપાટી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org