________________
૫૮
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
ચીતોડગઢ. પબ્લીક ધર્મશાળા સ્ટેશનથી ત્રણ મીનીટ જેટલે રસ્તે છે. અંદર લગભગ ૧૦૦ માણસો સમાઈ શકે છે. શહેર ત્રણ માઈલ દુર છે. બુરજેવાલા જબર જસ્ત કીલ્લાની અંદર નાના સરખા પહાડ ઉપર શહેર વસેલું છે. શહેરમાં દાખલ થવા વાસ્તે પાસ મેળવવી પડે છે. ગાડાઓ ઠેઠ પહાડ ઉપર જઈ શકે છે. દહેરાસર ત્રણ છે. એક પહાડની ઉપર થા બે નીચેના ભાગમાં, બીજું જોવા લાયક મીરાંબાઈનું દહેરૂં, તોપખાનું, મીરાંબાઈનું સાત માળનું ઉત્તમ કોતરણી નું મકાન, સતી પદમીનીને ખંડીત મહેલ, વિગેરે પુરાણી વસ્તુઓ છે. વલી અત્રેના કુંડમાં રંગીન માછલાંઓ છે. તા. ૧૦-૩-૨૧, ને દીવસે બપોરે ચીતડ આવી પહોંચ્યા. તા. ૧૧ ને દીવસે રાત્રે નીકલી તા. ૧૨. ને દીવસે બપોરે બાર વાગે અજમેર આવી પહોંચ્યા. પેસેન્જર ટ્રેનમાં જગ્યા ભલી નહીં એટલે ગુડસને ડબ્બો લેવો પડે છે અને તે ગુડસ ટ્રેનમાં જ જોઈન કરવામાં આવ્યો હતે.
અજમેર. ધર્મશાળા સ્ટેશનની સામે શેઠ ગુલાબચંદ હીરાચંદની છે. અંદર બસથી અઢીસો માણસો સમાઈ શકે છે. મુનીમ પણ રહે છે. વાસણગોદડાંની પણ જોગવાઈ છે. અત્રે દહેરાસર બે છે અને એક શેઠ બધીકરણના મકાનમાં ઘર દહેરાસર છે, જેમાં રત્નની પણ પ્રતિમાજી છે. વલી અજમેરમાં બાગ, અઢાઈ દીનકી ઝુંપડી, દરગા, તથા રાવ બહાદુર મુળચંદ સેનાનું દહેરાસર દીગબરી છે અને તે ગામને નાકે છે. અને બજાર ઘણે મોટો છે, અને સ્ટેશનથી લગભગ છ માઈલ છેટે છે.
તા. ૧૨ ને દિવસે રાત્રેની ગાડીમાં બેસી તા. ૧૩ને દીવસે આબુરોડ ખરડી આવી પહોંચ્યા, વલી અજમેરમાં મડારાજ શ્રીવલ્લભવિ જયજીના દર્શન પણ લાભ થયે હતે. અત્રે પંચતીર્થની જાત્રા કરવા વચમાં રાણીગામ ઉતરવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org