________________
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા,
૧૧
દિગમ્બરી ધર્મશાળાની અંદર દહેરાસરછમાં શિકાઓ પાથરવામાં આવ્યા છે. તેમ બગીચાઓ, કુવા વિગેરેનું પણ સારૂં સાધન રાખ્યું છે. શ્વેતામ્બરી ધર્મશાળાની અંદર હજારથી પંદરસો માણસો સમાઈ શકે એવી મોટી સવડ છે, અને ઓરડાઓ પાડવામાં આવ્યા છે. પાછળના ભાગમાં બગીચે છે, ઉપરાંત ધર્મશાળાને બીજો ભાગ છે જ્યાં પણ ફરતા ઓરડાઓ રાખવામાં આવ્યા છે. બાજુમાં કારખાનાની ઓફીસ છે; સામેના ભાગમાં એક વિશાળ કંપાઉન્ડમાં દહેરાસરજી છે. ધર્મશાળાની અંદર બે કુવાઓ છે; તેમ ન્હાવા ધેવાની ઘણી જ ઉત્તમ ઈ રાખવામાં આવી છે. વલી ૫૦૦ ઉપરાંત માણસે જમી શકે એવી પણ ધર્મશાળાની બાજુમાં સેઈ રાખી છે. વાસણ બીછાના વિગેરે ઘણુ સારા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. ધર્મશાળાની પાછળના ભાગમાં એક નાનો સરખો બજાર આવ્યો છે. જેમાં જેતે સામાન મળી આવે છે. હરડે સારી અને સસ્તી મળી આવે છે, ઉપરાંત વનસ્પતીની દવાઓ પણ છુટક છુટક વેચાવા આવે છે.
અહીંઆની ધર્મશાળાઓ વિગેરેનું વર્ણન કરતાં પાનાના પાનાઓ ભરાય, પરંતુ દુકામાં એટલું લખવું યોગ્ય છે, કે જાત્રાળુઓ વાસ્તુ દરેક રીતની સેઈ છે, ઉપરાંત કુદરતી તેમ માનસીક શક્તિથી બનાવેલી ચીજોની અંદર કઈ ખામી કાઢી શકે એવું નથી. ગામ ઘણું નાનું હોવા છતાં ત્રણે ધર્મશાળાને દેખાવ, એક શહેરના રૂપમાં જણાય છે. વરઘોડોવી દરેક રીતની સામગ્રી, જેવી કે, રથ, હાથી ઘેડા વગેરે રાખવામાં આવી છે. વાજું ગીરડીથી બોલાવવામાં આવે છે. જેઓ વાજા સહિત જળજાત્રાને વરઘેડે કાઢવા માંગતા હોય તેમને રૂા. ૮૧) નકરે આપવા પડે છે; વાજાં શીવાય રા, પા)ને નકરા થાગ છે. દરેક ધર્મશાળામાં જાત્રાળુઓને પડાવ ઘણે ભાગે બસોથી અઢીસે માણસને રહે છે. અહીંથી એક માઈલને આંતરે એક નદી આવેલી છે, વળી ગરીબ લોકોના ટોળેટોળાં જાત્રાળુઓ પાછળ ફર્યા કરે છે. અત્રેથી શીખરજી પહાડ ઉપર જવાને પેળીઓ મલે છે, તેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org