________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૧૨૧ વીશ તીર્થકરનું ગાયન.
(વારેધા વીઠલા વેલારે ) જિનપતી અરજી અમારી, દીલમાં પ્રીતે લે તું ધારીરે, નમે તેને પ્રજા તમારીરે-(૨) રીખદેવ શેત્રુંજા વાસી, કરજે લીલા લહેર, મહીમા સુણુને શરણે આવ્ય, તારે કરીને મહેર, મહેરબાની કરજો સારી.
દીલમાં-૧ અછતસ્વામી તારંગાવાળા, સંભવ સુખના ધામ; અભીનંદન અમે વચન આપે આવો અમારે ગામ, ગામડી દેખો અમારી
દીલમાં–૨ સુમતિ પદ્મ સુપાર્શ્વ જિનેશ્વર ચંદ્ર આઠમા દેવ, સુવિધિ શીતલ દશમે જાણ્યા શ્રેયાંસની કરૂં સેવ, સેવા તે લાગે પ્યારી.
દીલમાં– વાસુપુજ્ય પછી વિમલ થયા, વલી અનંત ધર્મ ઇશ, શાંતિ કુંથુ અર મલિ જિનેશ્વર, મુનિસુવ્રત જિન વીશ, વિશેને વંદના ભારી
દીલમાં–૪ નમીનાથ ને બાવીશમાં નેમજી, રાજુલ કેરા કથા પરણવું પ્રેમે પડતું મુકી લીધે ગીરનારનો પંથ, રાજુલ કરે તરવા તૈયારી
દીલમાં–૫ પાર્શ્વપ્રભુ શખેશ્વર રાજા પરદુઃખભંજન પ્રાણ, નાગ જોડી બળતી ઉગારી, કમઠે માની આણુ, આણું માનું પ્રેમથી તારી.
દિલમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org