________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિ માળા. બીજા તરફ એક્યતા દ્રષ્ટિએ જેનાર હોવાને લીધે અલૈકિક આનંદ ફેલાઈ રહેતે હતે.
ભુસાવળ. તા. ૭-૧૨-૨૦ને દિવસે સવારે નવ વાગ્યે ભુસાવળ સ્ટેશને ઉતર્યા. આંકેલા સ્ટેશન, જી. આઈ. પી. રેલ્વેમાં હોવાને લીધે, ભુસાવળથી એ લાઈન પકડવી પડે છે, તેમ ટી. વી. રેલ્વેનું નાકું પણ ભુસાવળજ પુરૂં થાય છે. કોઈની ઈચ્છા થાય તે જલગામથી પણ આંકેલા જઈ શકે છે, કારણકે ટી. વી. રેલ્વેના નાકેના બે સ્ટેશને જલગામ, અને, ભુસાવળ, જી. આઈ. પી. રેલ્વેમાં પણ લાગે છે. હમારામાંથી કેટલાકની ભુસાવળ જેવાની ઉત્કંઠાને લીધે હમે જલગામ ન ઉતરતાં આગળનું બીજું સ્ટેશન ભુસાવળ ઉતર્યા.
ભુસાવળ હમારે ઘણું ભોગવવું પડયું. જોકે સ્ટેશન ઉપર જબરૂં મુસાફરખાનું છે, પરંતુ ત્યાં રસેઈ કરવાની સવડ ન હોવાથી, તમે એક ભાઈલ ઉપર આવેલી “ મુલચંદ શેઠ ( દીગમ્બર )ની ધર્મશાળા ” માં ઉતર્યા, ત્યાં આગલ દરેક જણની સવડ પ્રમાણે રઈ કરી જમી પરવારી સાંજે ચાર વાગ્યે પાછા સ્ટેશન ઉપર આવી પહોંચ્યા.
ભુસાવળમાં એવી કંઈ જાણવા જેવી બાબત નથી, પરંતુ એક દિગમ્બરી દહેરાસર છે. ગામ સાધારણ છે, તેમ ધર્મશાળામાં જોઈએ તેવી સવડ નથી. ફકત એક છાપરાવાળુ મુસાફરખાના જેવું મક્કન છે.
આંકેલા જવા માટે જળગામથી જે તુરત કલાક, દેઢ કલાકે ગાડી મળે તે નીકલી જવું સારું છે. અગર ભુસાવળ જવું તે પણ તુરત પહેલી મળતી ગાડીમાં નીકળી જવું સુઘડ પડશે, કારણ કે જાત્રાળુઓ વાતે ભુસાવળ એવી કઈ જોઈએ તેવી સવડ નથી. તમે ભુસાવળથી સાંજરે સાડા પાંચ વાગે, મુંબઈથી ઉપડતી “નાગપુર પેસેન્જર ” ટ્રેનમાં બેસી રાત્રે દશ વાગે આંકેલા ઉતર્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org