________________
૧૨૬
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૫ ટીકા :
ये वज्रऋषभनाराचसंहननादयो भवस्थस्य केवलिनः आत्मपुद्गलप्रदेशयोरन्योन्यानुवेधाद् व्यवस्थितेः विशेषपर्यायास्ते सिध्यत्समयेऽपगच्छन्ति, तदपगमे तदव्यतिरिक्तस्य केवलज्ञानस्याप्यात्मद्रव्यद्वारेण विगमात् अन्यथाऽवस्थातुरवस्थानामात्यन्तिकभेदप्रसक्तेः, केवलज्ञानं ततो विगतं भवतीति સૂત્રોડમિપ્રાયઃ ૨/રૂપી ટીકાર્ય :
...... સૂત્રવૃત્તોડમિપ્રાયઃ || જે વજઋષભનારાચ સંઘયણાદિ ભવસ્થ કેવળીના વિશેષ પર્યાયો છે તે સિદ્ધ થતા સમયમાં અપગમ પામે છે, એમ અવય છે.
ભવસ્થ કેવળીના વજઋષભાદિ વિશેષ પર્યાયો કેમ છે ? તેમાં યુક્તિ આપે છે – આત્માના અને પુદ્ગલના પ્રદેશના અન્યોન્ય અતુવેધથી વ્યવસ્થિતિ હોવાના કારણે ભવસ્થ કેવળીના સંઘયણાદિ વિશેષ પર્યાયો છે. તેના અપગમમાં=સંઘયણાદિ વિશેષ પર્યાયોના અપગમમાં, તેનાથી અવ્યતિરિક્ત એવા કેવળજ્ઞાનનું પણ આત્મદ્રવ્ય દ્વારા વિગમન થવાથી કેવળજ્ઞાન તેથી વિગત થાય છે=નાશ પામે છે. એ પ્રકારનો સૂત્રકારશ્રીનો અભિપ્રાય છે.
અહીં કહ્યું કે સંઘયણના અપગમમાં તેનાથી અતિરિક્ત કેવળજ્ઞાનનું આત્મદ્રવ્ય દ્વારા વિગમન થાય છે. તેમાં હતું. કહે છે –
અન્યથા-કેવળજ્ઞાનનું વિગમન ન સ્વીકારવામાં આવે તો, અવસ્થાત એવા આત્મા અને અવસ્થાન એવો કેવળજ્ઞાન – એ બેતા આત્યંતિક ભેદની પ્રસિદ્ધિ થાય. ll૨/૩૫ા. ભાવાર્થ :
પૂર્વ ગાથામાં કહ્યું કે, કેટલાક દર્શનકારો કેવળજ્ઞાનને સાદિ અપર્યવસિત સ્વીકારીને તેના પર્યવસિત સ્વભાવવાળા પર્યાયને સ્વીકારતા નથી. તેઓનો તે સ્વીકાર ઉચિત નથી. કેમ ઉચિત નથી ? તે બતાવતાં કહે છે –
જે ભવસ્થ કેવળી છે તેઓના સંઘયણાદિ વિશેષ પર્યાયો છે; કેમ કે સંસાર અવસ્થામાં આત્મા અને દેહના પુદ્ગલના પ્રદેશો, તે બંને અન્યોન્ય અનુવેધથી રહેનારા છે. તેથી સંઘયણાદિ પણ ભવસ્થ કેવળીના વિશેષ પર્યાયો છે અને જે સમયે તે કેવળીનો આત્મા સિદ્ધ થાય છે, તે સમયે તે સંઘયણાદિ પર્યાય નાશ પામે છે અને કેવળીના આત્મામાં જેમ સંઘયણાદિ પર્યાયો છે તેમ કેવળજ્ઞાન પર્યાય છે. તેથી સંઘયણાદિ પર્યાયની સાથે કેવળજ્ઞાનપર્યાય પણ અવ્યતિરિક્ત છે અને સંઘયણાદિ પર્યાયવિશિષ્ટ આત્મદ્રવ્યના નાશથી સંઘયણાદિ અવ્યતિરિક્ત એવો કેવળજ્ઞાનનો પર્યાય પણ નાશ પામે છે અને જો તેમ ન માનવામાં આવે તો અવસ્થાતુ એવા આત્મા અને આત્મામાં અવસ્થાન કરનાર એવા કેવળજ્ઞાન, સંઘયણાદિ ભાવો-તેનો આત્યંતિક ભેદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org