SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૦-૩૧ વસ્તુના બોધરૂપ જે કેવળીની વર્તમાનની પરિણતિ છે=ક્રમવાદીના મતાનુસાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણમાં દર્શનના બોધરૂપ વર્તમાન પરિણતિ છે, તે પરિણતિથી પૂર્વે દર્શનરૂપ સામાન્યનો અનવબોધનો અસંભવ છે; કેમ કે કેવળીના કેવલજ્ઞાનના અને કેવલદર્શનના આવરણનો ક્ષય થયેલો હોવાથી સદા કેવળીનો દર્શનનો ઉપયોગ છે માટે કેવળજ્ઞાનકાળમાં પણ કેવળીને દર્શનનો ઉપયોગ છે અને જો કેવળીમાં તેવા પ્રકારના જ્ઞાનવિકલ અવસ્થાનો સંભવ સ્વીકારવામાં આવે તો, અર્થાત્ કેવળજ્ઞાનકાળમાં કેવળદર્શનરૂપ જ્ઞાનની વિકલ અવસ્થાનો સંભવ સ્વીકારવામાં આવે તો, પ્રાગુ અને ઇતર પુરુષના અવિશેષનો પ્રસંગ આવે=છમસ્થ અને કેવળી - એ રૂપ બેના અવિશેષનો પ્રસંગ આવે; કેમ કે છદ્મસ્થને સામાન્ય બોધ હોય છે ત્યારે વિશેષબોધ હોતો નથી અને વિશેષ બોધ હોય છે ત્યારે સામાન્ય બોધ હોતો નથી તેમ કેવળીને પણ વિશેષ બોધરૂપ જ્ઞાનકાળમાં સામાન્ય બોધરૂપ દર્શન નથી માટે કેવળી પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જેવા અપૂર્ણજ્ઞાનવાળા હતા તેવા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ અપૂર્ણજ્ઞાનવાળા છે તેમ માનવું પડે. આનાથી શું ફલિત થાય ? તે કહે છે – કેવળીને યુગપદ્ જ્ઞાનદર્શન ઉપયોગદ્વયરૂપ એક ઉપયોગ છે કેવલીને કેવલ એક ઉપયોગ છે અને તેના વિષયભૂત ક્ષેય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે તેથી દ્રવ્યને આશ્રયીને તે બોધ દર્શનરૂપ છે અને પર્યાયને આશ્રયીને તે બોધ જ્ઞાનરૂપ છે એમ સ્વીકારવું જોઈએ અને તે પૂર્ણ અવબોધ સ્વરૂપ છે. એ પ્રકારનો આચાર્યશ્રીનો અભિપ્રાય છે. ૨/૩૦ના અવતરણિકા : द्वयात्मक एक एव केवलावबोध इति दर्शयन्नाह - અવતરણિકાર્ય :દ્વયાત્મક=જ્ઞાનદર્શનાત્મક, એક જ કેવલ અવબોધ છે એ પ્રમાણે બતાવતા ગ્રંથકારશ્રી કહે ગાથા : साई अपज्जवसियं ति दो वि ते ससमयओ हवइ एवं । परतित्थियवत्तव्वं च एगसमयंतरुप्पाओ ।।२/३१।। છાયા : साद्यपर्यवसिते इति द्वे अपि ते स्वसमयो भवत्येवम् । परतीर्थिकवक्तव्यञ्च एकसमयान्तरोत्पादः ।।२/३१।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy