SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૮ ગાથાર્થ : જે કારણથી શ્રુતજ્ઞાનથી સમિત અર્થો-સ્પષ્ટ નિર્ણત અથ પ્રત્યક્ષગ્રહણ પામતા નથી તે કારણથી સકલ પણ શ્રુતજ્ઞાનમાં ‘દર્શન' શબ્દનો પ્રયોગ થતો નથી. ર/૨૮II ટીકા - यस्मात् श्रुतज्ञानप्रमिताः पदार्था उपयुक्ताध्ययनविषयास्तथाभूतार्थवाचकत्वात् श्रुतशब्दस्य, प्रत्यक्षं न गृह्यन्ते अतो न श्रुतं चक्षुर्दर्शनसंज्ञम्, मानसमचक्षुर्दर्शनं श्रुतं भविष्यतीत्येतदपि नास्ति, अवग्रहस्य मतित्वेन पूर्वमेव दर्शनतया निरस्तत्वात् ।।२/२८ ।। ટીકાર્ચ - ચશ્મ.... શ્રુતજ્ઞાનપ્રમિતા: આ જ કારણથી શ્રુતજ્ઞાનપ્રમિત પદાર્થો=ઉપયુક્ત અધ્યયનના વિષયો, પ્રત્યક્ષગ્રહણ થતા નથી. શ્રુતજ્ઞાનના પદાર્થો ઉપયુક્ત અધ્યયન વિષયવાળા કેમ છે ? તેમાં હેતુ કહે છે – શ્રત’ શબ્દનું તથાભૂત અર્થનું વાચકપણું છે-અધ્યયનના વિષયભૂત અર્થનું વાચકપણું છે, આથી=શ્રુતજ્ઞાનથી લિણિત પદાર્થો પ્રત્યક્ષ નથી આથી, શ્રત ચક્ષુદર્શન સંજ્ઞાવાનું નથી. માનસ અચક્ષુદર્શનરૂ૫ શ્રત થશે એ પણ નથી; કેમ કે અવગ્રહનું પ્રતિપણા વડે કરીને પૂર્વમાં દર્શનપણાથી તિરસ્તપણું છે. ll૨/૨૮ ભાવાર્થ - અવતરણિકામાં શંકા કરી કે, અસ્પૃષ્ટ વિષયવાળા એવા શ્રુતજ્ઞાનમાં દર્શન કેમ નથી ? અર્થાત્ જેમ અસ્પષ્ટ અર્થના વિષયવાળા ચક્ષુના વિષયમાં દર્શન થાય છે તેમ શ્રતના વિષયમાં દર્શન કેમ નથી ? તેથી કહે છે – ચક્ષુથી અસ્પષ્ટ અર્થનું જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ છે. જ્યારે શ્રુતજ્ઞાનથી નિર્ણિત પદાર્થો ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી માટે શ્રુતને ચક્ષુદર્શન સંજ્ઞા નથી. અહીં પ્રશ્ન થાય કે શ્રુતજ્ઞાનથી અમિત પદાર્થો કયા છે ? તેથી ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – ઉપયુક્ત અધ્યયનના વિષયો શ્રુતજ્ઞાનથી અમિત પદાર્થો છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ મહાત્મા શાસ્ત્રના વચનોના વિષયોમાં ઉપયુક્ત હોય અને જે વચનો જે અર્થના વાચક હોય તે અર્થનો તે રીતે બોધ થતો હોય તે શબ્દો દ્વારા વાચ્ય પદાર્થ જે પ્રકારે સંસ્થિત છે તે પ્રકારે શ્રુતના બળથી તે અર્થના સ્વરૂપનો બોધ થતો હોય, તો ઉપયુક્ત એવા અધ્યયનના વિષયભૂત તે પદાર્થો શ્રુતજ્ઞાનનો વિષય બને છે; કેમ કે શ્રત' શબ્દ માત્ર શબ્દસ્પર્શી વચનરૂપ નથી કે શ્રવણરૂપ નથી. પરંતુ શાસ્ત્રવચનાનુસાર તથાભૂત અર્થનું વાચક “શ્રત’ શબ્દ છે તેથી તે વચનથી જે પ્રકારે વાચ્ય પદાર્થ સંસ્થિત છે તે પ્રકારે બોધ થાય તે શ્રુતજ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy