________________
லலலலலல
லலலலலல # $ સમતિત પ્રકરણ આ છે દ્વિતીય કાંડની પ્રસ્તાવના હૈ ? லலவிலலல
--- -ஸலவிலலல પ્રસ્તુત ગ્રંથના પ્રથમ કાંડના પ્રથમ શ્લોકમાં કહ્યું કે, સર્વજ્ઞનું વચન અતીન્દ્રિય પદાર્થોનું યથાર્થ પ્રકાશન કરનાર છે. ત્યાં જિજ્ઞાસા થાય કે સર્વજ્ઞનું વચન અતીન્દ્રિય પદાર્થોનું પ્રકાશન કરનાર છે તે કઈ રીતે નિર્ણય થાય ? તેથી કહ્યું કે દૃષ્ટ પદાર્થો સ્વઅનુભવ અનુસાર દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ છે તેને આશ્રયીને જ ભગવાનના શાસનમાં દ્રવ્યાર્થિકન અને પર્યાયાર્થિકના પ્રવર્તે છે. વળી, દ્રવ્યાર્થિકનયથી અને પર્યાયાર્થિકનયથી દેખાતો પદાર્થ સંગ્રહાદિ નયોથી કઈ રીતે દેખાય છે? તે પણ અનુભવ અનુસાર જ દૃષ્ટ પદાર્થમાં
ગ્રંથકારશ્રીએ પ્રથમ કાંડમાં બતાવેલ છે.
વળી, નિક્ષેપાઓ, અવાંતર નયો વિગેરે પણ કઈ રીતે ભગવાનના શાસનમાં પ્રવર્તે છે ? તે સર્વનું દૃષ્ટ પદાર્થમાં ગ્રંથકારશ્રીએ પ્રથમ કાંડમાં એ રીતે યોજન કરેલ છે કે જેથી પદાર્થને જોનાર પુરુષ વર્તમાનના પદાર્થમાં તે તે નયની દૃષ્ટિથી તે તે પદાર્થો તે સ્વરૂપે છે તે સ્વઅનુભવથી નિર્ણય કરી શકે.
જેમ, “ઉત્પાદિયધ્રોવ્યયુ સ” ભગવાને કહ્યું અને તેનું યોજન વર્તમાનમાં પોતાના વર્તમાનના ભવને આશ્રયીને કરવામાં આવે તો સ્વપ્રતીતિ અનુસાર ગર્ભથી માંડીને જન્મ સુધી અને જન્મથી માંડીને મરણપર્યત એક ચેતના પોતાને ધૃવરૂપે દેખાય છે અને પ્રતિક્ષણ તે તે જ્ઞાનના પરિણામરૂપે, કષાયના પરિણામરૂપે કે અન્ય અન્ય પરિણામરૂપે પોતાની ચેતના સ્વસંવેદનથી અનુભવાય છે તેથી દરેક વ્યક્તિને સ્વઅનુભવથી જણાય છે કે પ્રતિક્ષણ તે તે ભાવરૂપે પોતાની ચેતનાની ઉત્પત્તિ અને નાશ થાય છે અને ચેતનારૂપે પોતે ધ્રુવ છે. આ રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રામાણિક અવલોકનથી વિચારે તો તેને પોતાનો આત્મા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપે દેખાય છે તેમ સર્વ નયોનું યોજના કે નિક્ષેપાઓનું યોજના વર્તમાનના અનુભવ અનુસાર બતાવીને જે રીતે તે પદાર્થોને નયદૃષ્ટિથી ભગવાને બતાવ્યા છે તે જ નયદૃષ્ટિથી નહીં દેખાતા અતીન્દ્રિય પદાર્થોને પણ તે સ્વરૂપે ભગવાને બતાવ્યા છે જેથી વિચારકને સ્થિર નિર્ણય થાય કે ભગવાનનું શાસન સર્વજ્ઞકથિત છે.
આ રીતે જ્ઞાનના વિષયભૂત પદાર્થનું વર્ણન કર્યા પછી ગ્રંથકારશ્રી બતાવે છે કે પદાર્થના બોધસ્વરૂપ જે જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે તે પણ સામાન્ય-વિશેષાત્મક છે. જેમ દ્રવ્ય પણ દ્રવ્યરૂપે સામાન્ય અને પર્યાયરૂપે વિશેષ છે, તેમ જીવનો બોધ પણ દર્શનરૂપે સામાન્ય છે અને જ્ઞાનરૂપે વિશેષ છે. તેમાં સ્યાદ્વાદની મર્યાદા કઈ રીતે પ્રવર્તે છે ? તેની સ્પષ્ટતા કરવા અર્થે ગ્રંથકારશ્રીએ સમ્મતિતર્કપ્રકરણ મહાગ્રંથનો પ્રસ્તુત દ્વિતીય કાંડ રચેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org