SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આ રકમના અંકને સરવાળે ૧+૯+૩+૦=૧૩ છે. હવે ૧૯૩૦ માંથી ૩ ચેકયું છે, તો બાકી રહ્યા ૧૯૩.. તેમાંથી ૧૩ બાદ થયા, એટલે રહ્યા ૧૮૦: તેના અંકે. સરવાળે ૧ + ૮+ ૦ =૯ છે. હવે ૯ માં ૦ ઉમેરીએ તે ૯ આવે અને ૯ ઉમેરીએ તો ૧૮ આવે; એટલે ચુકેલે આંકડે ૮ કે ૯ છે. માની લે કે ૧૯૩૦ માંથી ૯ ચૂક્યો હોત તે. પરિણામ કેવું આવત? એ પણ જોઈએ. ' " આ રકમને સરવાળે ૧+૯+૩=૧૩ છે. હવે ૧૯૩૦ માંથી ૯ ચૂક્યો છે, તે બાકી રહ્યા ૧૩૦. તેમાંથી ૧૩ બાદ, કર્યા તે રહ્યા ૧૧૭. તેના અંકને સરવાળે ૧ + + ૭=૯ છે. હવે ૯ માં ૦ ઉમેરીએ તે ૯ આવે અને ૯ ઉમેરીએ તે ૧૮ આવે, એટલે ચુકેલે આંકડો ૮ કે ૯ છે. - આ સંખ્યાઓના બંધારણની બીજી વિશેષતા એ છે કે તે જે આંકડાઓથી બનેલી હોય, તે આંકડાને ઉપગ કરીને કેઈ પણ સંખ્યા બનાવીએ અને મેટીમાંથી નાની બાદ કરીએ તે શેષસંખ્યા એવી જ રહેવાની કે જેને ૯ વડે નિઃશેષ ભાગી શકાય. દાખલા તરીકે ૨૬. અહીં ૨ અને ૬ માંથી ૬૨ એવી બીજી સંખ્યા બની શકે છે. તેમાં ૨૬ કરતાં ૬૨ મોટી છે, એટલે દ૨ માંથી ૨૬ બાદ, કરવા જોઈએ. ૩૬ આ રીતે ૩૬ ની સંખ્યા શેષ રહી તો તે ૯ થી નિઃશેષ ભાગી શકાય એવી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy