SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૧૩) / શામળ ભટ્ટનો એક છપ્પો લગભગ આ જ ઢબનો કોયડો રજૂ કરે છે, તે જાણવો અહી રસપ્રદ થશે. એક રાયને ઘેર, ઘણા હાથી ને ઘોડા; ઊંટો હતાં અનેક, બીજાં તે સાથ સજોડાં. અઢી મણ હાથી ખાય, દોઢ મણ ઊંટનો જાણજો; પાંચ શેર ખાય અશ્વ ગણિતે કરી માનજો. સો મણ દાણો નિત્ય વરે, સો છે જનાવર સાથીઓ; ત્યારે ઊંટ અને અશ્વ કેટલાં, વળી કહો કેટલા હાથીએ ! અર્થ સરલ છે. (૧૪) // એક વેપારીએ પોતાના મોટા પુત્રને ૧૦૦ મણ જુવાર અને નાના પુત્રને ૬૦ મણ જુવાર આપીને કહ્યું કે તમારે આ જુવાર બજારમાં જઈને વેચી લાવવાની છે. પણ તેમાં બે વસ્તુ ખ્યાલમાં રાખવાની છે કે જ્યારે જુવાર વેચો ત્યારે સરખા જ ભાવે વેચવી અને નાનાએ મોટા કરતાં બમણા પૈસા લાવવા. એક તો જુવારનો જથ્થો ઓછો અને પૈસા બમણા લાવવા, એ દેખીતું વિચિત્ર છે, પણ પુત્રોએ તેમ કરી બતાવ્યું તો તેમણે - કયા ભાવે કેટલી જુવાર વેચી હશે? નરભેરામના ત્રણેય પુત્રો શાળામાં જતા હતા. હવે શાળાએ જતી વખતે પહેલા પુત્રે પૈસા માગ્યા, તો તેમણે પોતાની પાસે જે પૈસા હતા, તેના અર્ધા અને એક આનો વધારે આપ્યો. પછી બીજા પુત્રે પૈસા માગ્યા, તો જે પૈસા બાકી રહ્યા હતા, તેનો અર્ધો ભાગ અને બે આના વધારે આપ્યા અને છેવટે ત્રીજા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy