________________
३०
(૧૨૨) પાણી અને દૂધ
કૂજામાં ૧ શેર પાણી છે અને વ કૂજામાં ૧ શેર દૂધ છે. હવે અકૂજામાંથી ૧ પ્યાલો પાણીનો ભરીને કૂજામાં નાખ્યો હોય અને પછી વ કૂજામાંથી તે જ પ્યાલો દૂધનો ભરીને અ કૂજામાં નાખ્યો હોય તો અ કૂજામાંનું દૂધ અને વ કૂજામાંનું પાણી સ૨ખાં જ રહે છે કે આછાં-વધારે ?
ગણિત કોયડા
(૧૨૩) રૂપિયા અને નોકરો
એક સોદાગરે પોતાના નોકરોને વહેંચવા માટે રૂપિયા કાઢ્યા. જો તે નોકરોને ત્રણ-ત્રણ રૂપિયા આપે છે, તો રૂપિયો વધે છે અને ચાર-ચાર રૂપિયા આપે છે તો ૯ રૂપિયો ઘટે છે, તો તે સોદાગરે વહેંચવા માટે કેટલા રૂપિયા કાઢ્યા હશે અને તેને કેટલા નોકરો હશે ?
(૧૨૪) કાઠીનો ઘોડો
કાઠી લોકો ઘોડાને ઉછે૨ીને તૈયા૨ ક૨ે છે અને તેની પાસેથી મનગમતું કામ લે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કાઠી લોકો તે માટે વખણાય છે.
Jain Educationa International
એક વાર એક કાઠીએ એક વછેરો ૧૫૦ રૂપિયામાં ખરીદ્યો, ત્યાર બાદ કેટલાક વખતે તેને ૩૦૦ રૂપિયામાં વેચી નાખ્યો. આથી તેના મિત્રે કહ્યું કે ‘તમને આ ઘોડો વેચતાં સારો નફો થયો હશે.’ પરંતુ કાઠીએ જણાવ્યું કે “ભાઈ ! વખતને માન આપીને મારે આ ઘોડો વેચી નાખવો પડ્યો છે. બાકી આ સોદામાં ઘોડાની મૂળ કિંમતના અર્ધા તથા આજ સુધી કરેલા ખર્ચનો ચોથો ભાગ મેં ગુમાવ્યો છે.' ત્યારે એ કાઠીએ વેચાણમાં કુલ કેટલા રૂપિયા ગુમાવ્યા હશે ?
For Personal and Private Use Only
www.jainelibrary.org