________________
જે પરમાત્માએ સમભાવની અને વિતરાગપણની અનિવાર્યતા અને ઉપયોગિતાને બરાબર પિછાનીને, એને સાક્ષાત્કાર કરવાના ઉદ્દેશથી, વિશ્વભરના બધા જ સાથે પૂર્ણ મૈત્રીભાવ કેળવવા માટે અને કઈ પણ જીવ તરફના વૈરભાવથી સર્વથા મુક્ત થવા માટે, ઉત્કટ અને અખંડ આત્મસાધના કરી હોય, એમાં પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને પિતાને લાધેલ સાધનાના અમૃતની લહાણી કરવા માટે વ્યાપક ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું હોય, એ પરમાત્મા વિશ્વના સમગ્ર જીવો માટે નાથ, ગુરુ કે બંધુ તરીકેના યથાર્થ ગૌરવને પામે એમાં શી નવાઈ? ભગવાન મહાવીર સાચા અર્થમાં જગતના નાથ, જગતને ગુરુ, જગતના બંધુ, જગતના મિત્ર અને જગતના માર્ગદર્શક છે એમાં લેશ પણ શંકા નથી. એમના આવા સર્વમંગલકારી જીવનને અને ધર્મતીથને લાભ વિશાળ જગતને મળતું બંધ થયે તે આપણા પિતાના દોષને કારણે. જેમ પિતાના ગાલ ઉપરના ડાઘને પામર-અબૂઝ માનવી કાચને ડાઘ માની લેવાની નાદાની કરી બેસે છે તેમ, પ્રભુના ધર્મશાસનના રક્ષણહાર અને પાલન કરનારાના કાષાયિક ભાવ અને મનની સંકુચિત તથા વિકૃત વૃત્તિઓની છાયા ધર્મતીથને સ્પર્શી ગઈ અને પ્રભુનું ધર્મતીર્થ જીવમાત્રનું ઉદ્ધારક હતું તે અમુક જ વર્ગની ઈજારાની વસ્તુ જેવું સંકુચિત બની ગયું? આમાં ભગવાનને કે એમના ધર્મતીર્થનો શે દોષ?
સેળે કળાએ પ્રકાશી રહેલ સૂર્યની આડે એકાદ નાનું સરખું પણ વાદળ આવી જાય છે ત્યારે આપણે એના જળહળતા પ્રકાશથી વંચિત થઈ જઈએ છીએ. વિશાળ ઓરડાને પ્રકાશમાન કરતા વીજળીના હજાર કેન્ડલ પાવરના ગેળા ઉપર એકાદ આવરણ ચડાવી દઈએ અને આખા ઓરડામાં અંધકાર પ્રસરી જાય છે. આમાં ન તે સૂર્યનું તેજ ઓછું થઈ જાય છે કે ન તો વીજળીના ગળાનો પ્રકાશ ઘટી જવા પામે છે. આમાં જે કઈ ગેરલાભ થાય છે તે આપણે એ પ્રકાશ કે તેજના લાભથી વંચિત થઈ જઈએ છીએ એ જ છે. અને આ ગેરલાભ તે એ માટે હોય છે કે એથી છેવટે આપણું પોતાનો વિકાસ જ રુંધાઈ જાય છે.
ભગવાનના સવકલ્યાણકારી જીવન અને ધમતીથની સ્થિતિ પણ, આપણે આપણી પિતાની સંકુચિતતાને કારણે, આવી જ શોચનીય કરી મૂકી છે. આથી જગતને મહાન ધર્માશ્રય મળતું બંધ થયે છે એની સાથે સાથે આપણે પિતાને આત્મવિકાસ પણ ઠીંગરાઈ અને રુંધાઈ ગયા છે. આ કંઈ જેવું તેવું નુકસાન નથી. મહામુસીબતે મળેલ માનવભવના સારને, જાણી જોઈને, હારી બેસવા જેવું જ આ અકાય છે. આવા અકાયથી ઊગરવાને એકમાત્ર ઉપાય પ્રભુના ધર્મશાસનને લાભ. જે કોઈને લે હોય તે સુખેથી લઈ શકે એવી ઉદાર દૃષ્ટિ કેળવવી અને જેઓને પ્રભુના શાસનની ઉપકારકતાને ખ્યાલ ન હોય એમને એ વાતની સારી રીતે જાણ થાય એવી પરગજુ ધમષ્ટ્રષ્ટિ દાખવવો એ જ છે. આમ કરવાથી પિતાનું તેમ જ દુનિયાના જીવોનુંએમ બન્નેનું કલ્યાણ થાય છે અને પ્રભુને મહિમા વર્ણવવા માટે રચવામાં આવેલી પ્રશસ્તિઓ યથાર્થ કથનરૂપે હમેશને માટે મનમાં વસી જાય છે.
આવા અપૂર્વ અને અદ્દભુત મહિમાવંતા હતા ભગવાન મહાવીરસ્વામી! એમના આ મહિને માને જગતમાં ફેલાવે એ આપણું ધર્મક્તવ્ય છે, અને કેઈ ઉત્તમ અને પ્રેરક નિમિત્ત મળતાં એ માટે તન-મન-ધનથી પ્રયાસ કરે એ આપણું વિશિષ્ટ ધર્મક્તવ્ય છે. ખરે અવસરે આવું ધમંતવ્ય બજાવવામાં પાછળ રહીએ, આળસ કરીએ કે ઉપેક્ષા સેવીએ તે તે આપણે ખુદ ધર્મને જ જાકારો આપવા જેવી મોટી ભૂલ કરી ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org