________________
૨૨૨ જે મને આભવમાં ખાય છે તેનું માંસ હું પરલોકમાં ખાઉ છું, એવું માંસનું માંસત્વ બુદ્ધિવાન પુરૂષો કહે છે, વળી કહે છે. योऽत्तियस्य च तन्मां समुभयो : पश्यातान्तरम् एकस्य क्षणिका तृप्ति रन्य : प्राणे वियुज्यते ॥३॥
જે માણસ જે બીજા પ્રાણીનું માંસ ખાય છે, તે બેનું અંતર ધારીને જુઓ એકની એક વખતની ભૂખની તૃપ્તિ થાય છે, પણ બીજેતે પ્રાણાથી જુદા પડે છે, ( ટીકાના બારહજાર લોકનું ભાષાંતર થયું ) આ પ્રમાણે માંસ ખાવામાં મોટા દેશે માનીને શું કરવું તે કહે છે, આ પ્રમાણે વિચારતાં માંસ ખાવાને અભિલાષા કરવાનું મન પણ નિપુણ પુરૂષે માંસને ખાવાના દે તથા તેનાં કડવાં ફળ અને તે ન ખાવાથી થતા ગુણે જાણનારા કરતા નથી, અર્થાત્ મનથી પણ અભિલાષ ન કરે, કે માંસ ખાઉં, તો પછી માંસ ખાવાનું તો દૂરજ રહ્યું વળી માંસ ખાવાની વાણી બેલવી તે પણ મિથ્યા છે,
* કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્યને ઉપદેશથી માંસ ખાવું છોડયા પછી ઘેબર ખાતા માંસને સ્વાદ જણાવાથી ગુરૂવર્યને પુછતાં ઘેબર ખાવાની પણ ના પાડી, અને માંસને સ્વાદ જરા જણાયો તે બદલ ૩૨ દાંત પાડવાનું પ્રાયશ્ચિત્ત આપતાં તે સ્વીકારી લુહાર પાસે પડાવાની તૈયાર કરેલી જોઈ ગુરૂવર્યો તે બદલ ૩૨ દેહરા નવાં બાંધવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org