________________
કાળમાં આહાર ન હોય, તેમ અગી કેવળી શેલેશી કાળમાં આહાર ન કરે તેમ મેક્ષમાં ગયા પછી આહાર ન હોય, બાકીના બધા જીવો બધે કાળ આહાર લેનારા જાણવા, હવે વિગ્રહ ગતિનું અનાહારપણું નિર્યુક્તિમાં બતાવેલું કહે છે, સમશ્રેણિમાં જે ભવાન્તરમાં જાય છે તે અનાહારક નથી, હવે જે એક સમય વક શ્રેણિમાં રહે તે પણ પ્રથમ સમયમાં આહાર લીધે, અને બીજા સમયે બીજે સ્થળે આહાર લીધો માટે અનાહારક નથી, બે સમય વક ગતિ હોય તે વચલે એક સમય અનાહારક છે.
ત્રણ વક સમય હોય તે બે વચલા સમય અનાહારક છે, ચેથા સમયમાં ઉત્પન્ન થયે ત્યાં આહાર લે છે, આ ચાર સમયની ઉત્પત્તિ કેવી રીતે થાય તે બતાવે છે, ત્રસનાડીથી બહાર પછી ઉપરથી નીચે નીચે જાય, અથવા ઉપર જઈને દિશામાંથી વિદિશામાં જાય અથવા વિદિશામાંથી દિશામાં જાય, તેમાં પ્રથમ સમયે ત્રસ નાડીમાં પ્રવેશ કરે, બીજામાં ઉપર જાય કે નીચે આવે, ત્રીજામાં બહાર નીકળે, ચેથામાં વિદિશામાં ઉત્પન્ન થાય, કે પાંચ સમયે ઉત્પન્ન થાય, તે બતાવે છે, સનાડીથી બહાર વિદિશામાંથી વિદિશામાં ઉત્પન્ન થાય, ત્યારે વચલા ત્રણ સમય અનાહારક છે, પ્રથમ સમયે તથા પાંચમા સમયે આહારક છે, હવે કેવળી સમુદ્રઘાતનું બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org