________________
આહાર છે, બાકીના વખતમાં પ્રક્ષેપ આહાર નથી, પણ તેમ આહાર તે જીવતા જીવને સંસારમાં હોય ત્યાં સુધી એજ આહારને કાળ છેડીને વાયુ વિગેરે શરીર વડે લે છે, માટે સર્વદા હોય છે, સામાન્ય આંખથી જોનારાને આપણને માહાર દેખાતું નથી, પણ તે પ્રત્યેક સમયે લેવાય છે (સૂક્ષ્મદર્શક યંત્રથી કંઈક જેવાય છે )પ્રક્ષેપ આહાર તે પ્રાયે ખાતાં દેખાય છે, પણ તે અમુક વખતે જ ખવાય છે, જેમ કે યુગલીયાંના ખેતરમાં દેવકુરૂ ઉત્તરકુરૂ વિગેરેમાં એકાંતરે બે દિવસને આંતરે ત્રણ દિવસને આંતરે ખવાય છે, તેમનાં આઉખાં અસંખ્યય વર્ષનાં છે, પણ સંખ્યય વર્ષના આયુવાળાને તે જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે ખવાય એટલે તેને કાળ અનિયત (અચોકસ) છે, પ્રક્ષેપ આહાર કણ કરે છે, તે બતાવે છે. एगिदिय देवाणं नेरइयाणं च नत्थि पक्खेवो सेसाणं पक्खेवो संसारत्याण जीवाणं ॥ १७३ ॥
જેને મોટું નથી તેવા એકેંદ્રિય પૃથ્વીકાય વિગેરેને તથા દેવતા નારકીને પ્રક્ષેપ આહાર આપણી માફક ખાવાની જરૂર નથી પણ તેઓને પર્યાપ્તિઓ પૂરી થયા પછી ફક્ત સ્પશ ઇંદ્રિય થી લેમ આહાર લેવાય છે, પણ દેવતાઓને મનમાં જે ઈચ્છે તે શુભ પુદગલે બધી કાયા વડે લેવાય છે, પણ નારકી ને પાપના ઉદયથી અશુભ જ આવે છે, બાકીના દારિક શરીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org