________________
૧૨૬
ભેજન રહેઠાણ હોય તે જેઓ વાપરે, તે પરસ્પર પોતપતાના કર્મથી લેપાયેલા છે, એવું એકાંત વચન ન બોલે, અથવા કર્મથી નથી લેવાતા તેવું પણ એકાંત વચન ન બોલે, તેને સાર આ છે કે જરૂર પડે શાસ્ત્રમાં બતાવેલી વિધિઓ અપવાદ માર્ગ આધાકમી પણ આહાર વિગેરે શુદ્ધ જાણીને લે, તે વાપરવા છતાં પણ કમથી લેપાતા નથી, તેવું આધા કમી વાપરનારને અવશ્ય કર્મ બંધ થાય છે, તેવું ન બોલવું, તથા શાસ્ત્રમાં બતાવેલ વિધિ વિના આહારની લાલસાથી આધા કમી આહાર ખાતાં તે નિમિત્તે કર્મ બંધ થાય છે, માટે તેમને કર્મ બંધ નથી એવું પણ ન બેલવું, પણ જેઓ ઉત્સર્ગ અપવાદ યુક્ત શાસ્ત્રને બરાબર જાણનારા છે, તેઓને આ પ્રમાણે બોલવું ચુકત છે કે આધામીક આહીર ખાતાં કર્મ બંધ થાય પણ ખરે, ન પણ થાય, તેથી કહ્યું છે કેकिं चि च्छुद्धं कल्प्य म कल्प्पंवा स्याद कल्स्वमपिकल्प्यम् पिंडः शय्या वस्त्र पात्र वा भेषजाधे वा ॥ १ ॥
કેઈ વખત કારણ વિશેષે શુદ્ધ કલ્પનીય થાય, અને કઈ વખત અકલ્પનીય તેવાં કારણેથી ખોરાક પથારી વસ પાત્રો અથવા ઓષધ વિગેરે કલ્પનીય (લેવા ગ્ય) હોય છે, તેમ અન્ય મતવાળા પણ કહે છે, उत्पधेत हि सावस्था देशकालामयान्पति यस्यामकार्य कार्य स्या कर्मकार्य च वर्जयेत् ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org