________________
૫૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
-
આ વખતે બાદશાહ અકબર પાસે હિરાનંદ નામને એક ગુમાસ્તો રહેતો હતો. તેણે બાદશાહને બહુ આજીજી કરી માફ કરવા વિનતિ કરી; છતાં બાદશાહે માન્યું નહિ અને હુકમ ફરમાવ્યું. તે સમાચાર ખંભાતમાં આવતાં અને બેજાને ખબર મળતાં તે ઘણો ગભરાયો. તેને એમ લાગ્યું કે અકબર જેવા મહાન રાજા આ આચાર્યને આટલું બધું માન આપે છે, માટે મારી જબરી ભૂલ થઈ છે. તે ઉપરથી તેણે સરિને પગે પડી માફી માગી અને સૂરિને બહુ સત્કાર કર્યો તથા સુરિજીની આજ્ઞાને માન આપી પિતને ત્યાં રહેલાં બંદીવાને (ગુલામ)ને મુક્ત કર્યા.
કલ્યાણરાયનો ઉપદ્રવ–આચાર્ય હીરવિજયસૂરિ જ્યારે અકબરશાહ પાસે હતા ત્યારે કેટલાક શ્રેષી લેકેએ ઉપદ્રવ કર્યો હતો. આ વખતે ખંભાતમાં કલ્યાણરાયે કેટલાક જેની પાસે અમુક કારણે બતાવી બાર હજાર રૂપીઆનું ખત લાવી લીધું અને કેટલાકના માથાં મુંડાવ્યાં. તેમાં કેટલાકને તો પોતાનો જાન બચાવવાની ખાતર જૈનધર્મને ત્યાગ પણ કરવો પડયે. આ ઉપદ્રવથી આખા ગુજરાતમાં બહુ હોહા મચી રહી હતી.
આ હકીક્ત દિલ્હીમાં સૂરિજીને પહોંચતાં તેમણે પાદશાહને તે હકીકત જણાવી. બાદશાહે અમદાવાદના સુબા મીજખાન ઉપર એક પત્ર લખ્યું, તેમાં જણાવ્યું કે “હીરવિજયસૂરિના શિષ્યોને જે તકલીફ આપતા હોય તેઓને વગર વિલંબે શિક્ષા કરે.”
આ પત્ર અમદાવાદ આવતાં અમદાવાદના આગેવાન ગૃહસ્થાએ વિપુશાહ નામના ગૃહસ્થને જણાવ્યું કે આ પત્ર લઈને તમે પનસાહેબ પાસે જાઓ. વિપુશાહે સલાહ આપી કે બને ત્યાં સુધી અંદર અંદર સમજી જવામાં સાર છે. વળી કલ્યાણરાય પાસે વિઠ્ઠલ નામને મહેતા છે. તે એ તે નાલાયક અને ખટપટીઓ છે કે એનું ચાલશે તે આપણને હેરાન કરશે. છેવટે સુબા મીરજાખાને અકબર બાદશાહને કાગળ બતાવ્ય; તેણે તરત હુકમ કર્યો કે કલ્યાણરાય તથા વિઠ્ઠલને પકડીને લા. વિઠ્ઠલને પકડવામાં આવ્યો અને આખા ગામમાં ફેરવીને ત્રણ દરવાજા આગળ બાંધીને તેને શિક્ષા કરવામાં આવી. કલ્યાણરાય નાસી ગયા અને ભયબ્રાન્ત અવસ્થામાં સુબાની તહેનાતમાં હાજર થયો. અને રાયકલ્યાણને ઘણે ઠપકે આપે અને સાધુઓની માફી મંગાવી. વળી બાર હજાર રૂપિઆનું ખત જે જોર જુલમથી લખાવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org