SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. સં. ૧૫૦૬ માં થયું હતું. સં. ૧૫૧૨ માં દીક્ષા લીધી. ૧૫૪૧ માં અચાર્ય પદ પામ્યા. સં. ૧૫૪ર માં ગચ્છનાયકપદ પામ્યા. તેમની પ્રતિષ્ઠાન સં. ૧૫૪૮-૫૧-૫૩-૫૭-૬૦ ના લેખે છે. શ્રી ભાવસાગરસૂરિ (અં. ગ.) એકસઠમા પટ્ટધર હતા. મારવાડ દેશના નરસાણ ગ્રામમાં વારા સાંગાની સિગારેદેથી જમ્યા હતા. તેમને જન્મ સં. ૧૫૧૦ માં થયું હતું. સં. ૧૫૪૦ માં ખંભાતમાં શ્રી જયકેસરીના હાથે દીક્ષા લીધી હતી. સં. ૧૫૬૦માં માંડલગ્રામે આચાર્યપદ અને એશપદ મળ્યું. સં. ૧૫૮૩ માં કાળધર્મ પામ્યા. તેમના પ્રતિઠાના લેખ સં. ૧પ૬૦, ૧પ૬૧, ૧૫૬૩ ના મળે છે. શ્રી ગુણનિધાનસૂરિ (અં. ગ.) બાસઠમાં પટ્ટધર હતા. પાટણના ' શ્રીમાળી નગરાજ શેઠની લીલાદેથી સં. ૧૫૪૮ માં જન્મ્યા હતા. તેમનું મૂળનામ એનપાલ હતું. સં. ૧૫૫૨ માં શ્રી સિદ્ધાંતસાગરસૂરિના હાથે દીક્ષા લીધી. સં. ૧૫૮૪ માં ખંભાતમાં સૂરિપદ અને ગણેશપદ મળ્યું. સં. ૧૬૦૨ માં કાળધર્મ પામ્યા, તેમના સં. ૧૫૮૪, ૧૫૮૭ ૧૫૯૧, અને ૧૬૦૦ ના લેખ મળે છે. શ્રી ધર્મમૂર્તિસૂરિ (અ. .) ત્રેસઠમા પટ્ટધર હતા. ખંભાતના શાહંસરાજ વણિકની હાંસલદે ગ્રીથી જન્મ્યા હતા. તેમનું મૂળ નામ ધર્મદાસ હતું. તેમને જન્મ સંવત ૧૫૮૫ માં થયેલ હતા. સં. ૧૫૯૯ માં દીક્ષા લીધી. સં. ૧૬૦૨ માં અમદાવાદમાં આચાર્યપદ પામ્યા અને મહોત્સવ સહિત એજ વર્ષમાં ગચ્છનાયકપદ મળ્યું અને સં. ૧૯૭૦ માં પાટણમાં સ્વર્ગવાસી થયા. : તેઓ ઉગ્રત્યાગી હતા. તેમના રાજ્યમાં ઉત્તરાધ્યયન દીપિકાની પ્રત સં. ૧૬૪૩-૪ માં લખાઈ હતી અને વ્યવહારસૂત્રની પ્રત સંવત ૧૬૬૫ માં લખાઈ હતી, તેમણે પોતે વૃહત્ ચૈત્યવંદન (શ્રાવક પ્રતિકમણાદિ મૂત્ર) અને પ્રદ્યુમ્ન ચરિત્ર રચેલ છે. * ” તેમના પ્રતિષ્ઠાના લેખ સં. ૧૬૫૪ વગેરેના છે. શ્રી કલ્યાણસાગરસૂરિ (અં. ગ.) ચોસઠમા પટ્ટધર હતા. લાડા ગામે કઠારી નાનિગની ભાર્યા નામિલના પુત્ર હતા. તેમને જન્મ સંવત ૧૬૩૩ માં થયો. સં. ૧૬૪ર માં દીક્ષા લીધી. સં. ૧૬૪૯માં આચાર્ય * જૈન ગુર્જર કવિઓ ભા. ૨ જે પૃ. ૭૭૪. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy