SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. આ સદીસમાં ચાંચીનું જોર વધ્યું હતું. આ સદીમાં ગુજરાતની ગાદીનું મુખ્ય શહેર અમદાવાદ વસ્યું હતું. (૧૪૧૨) તેથી ખંભાતથી ઘણા વેપારી તથા કારીગરે ત્યાં જઈ વસ્યા તેથી ખંભાતની વસ્તીમાં કંઈક ઘટાડો થયો હતો. આ સદીના મધ્ય ભાગે (ઈ. સ. ૧૪૫૯-૧૫૧૧) થએલો સુલતાન મહંમદ બેગડે, સમુદ્રમાં જે લેકે વહાણને લૂટતા તેને તે શિક્ષા કરતે. એક વખત બાદશાહે મુસ્તફાબાદથી અમદાવાદ આવતાં સાંભળ્યું કે કેટલાક મલબારી લેકે ઘરાબ જાતના મછવા લઈને ગુજરાતની આજુબાજુના બંદરે ઉપર લૂંટ ચલાવે છે. આ ઉપરથી સુલતાન ઘોઘા બંદર તરફ સીધા અને ત્યાં રહી હોશિયાર પુરુષને સજ્જ થએલી હેડીઓમાં મલબારી લેકેની સામે મેલ્યા અને પોતે ઘેઘેથી ખંભાત આવ્યો. (ઈ. સ. ૧૪૭૫). આ ઉપરાંત ૧૪૮૦ માં બેટ અથવા જગતમાં, ૧૪૮૨ માં વલસાડમાં અને ૧૪૪ માં ગુજરાતનાં વહાણુ પકડનાર દકખણના એક સરદારની સામા વહાણના કાફલા મેકલ્યા હતા. ૩ “ાળમી સદીમાં ખંભાતના મથાળા આગળને ભાગ પૂરાઈ જવાથી ફક્ત નાનાં વહાણેજ અને તે પણ મોટા જુવાળ વખતે ખંભાત આગળ આવી શક્તાં. આથી કરીને ખંભાતથી જે કાંઈ માલ બહાર દેશ ચઢતે અથવા બહાર દેશથી આવતો તે બધો દીવ, ઘોઘા, અને ગંધાર બંદરે અટક્ત, અને ત્યાંથી નાની હેડીમાં ભરી તેને ખંભાત લઈ જવામાં આવતો. આટલું છતાં પણ એ સદીમાં ખંભાતને વેપાર જે પાછલી સદીમાં હતું તેજ રહયે. ખુશકીને રસ્તે વેપારની આવજા અમદાવાદ રહી દિલ્હી, લાહોર અને આગ્રામાં અને રાધનપુર રહી સિંધના નગરઠઠ્ઠામાં હતી. માલ ગાડાં અને ઊંટ ઉપર લઈ જવામાં આવતો અને રસ્તામાં રજપૂત અને કળી લૂંટારાને ત્રાસ ઘણો હતો તેથી ગાડાંઓ એક એકની પાછળ ચાલતાં અને તેઓની સાથે ભાટ રહેતો. ભાટ ત્રાગું કરશે એ ધાકથી માલ ઘણી વાર લૂટાવવા પામતે નહિ. એ સદીમાં આયાત મુખ્ય માલ-નીચે પ્રમાણે હતેતાંબુ, સીસું, પારે, હીંગળક, અને ફટકડીએ એડન અને ચેઉલથી; સેનું મક્કા અને ઓરમઝ, આબીસીનીયા અને આફ્રીકાથી, ચાંદી રાતા સમુદ્ર અને ઈરાની અખાતના પ્રદેશથી લેતું મલબારથી; ૧ મીરાતે સીકંદરી પૃ ૧૧૦. ૨ ગુ. સ. .સં. ૨૫૩. ૩ એજ પૃ. ૨૫૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy