SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ખભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. ચઢતું, અહીં વળી ચામડાંના વેપાર પણ ઘણા હતા. આયાત માલમાં સાનું, રૂપું, તાંબુ, અને સુરમે હતાં. વળી રાતા સમુદ્રની આસપાસના સેલકથી અને ઈરાની અખાતનાં બંદરેથી ઘેાડાએ આવતા. ખંભાતના વેપારીએ પરદેશી મુસલમાન અને પારસીઓ હતા. ખલાસીએ કાળી ને રજપુત હતા. ખંભાતમાં ચાંચીઆના ત્રાસ ન હતા. પણ અરબ્બી સમુદ્રમાં તે તેનુ જોર નરમ પડયું નહાતુ.૧ ખંભાતના ખરી રીતે વ્યાપાર અણુલપુરની રાજ્ય સત્તા શરૂ થઇ ત્યારથી ખુલ્યા હતા. તે સત્તા જેમ વૃદ્ધિ પામતી ગઇ તેની સાથે ખંભાતના વ્યાપાર પણ વધતા ગયા. અણુહીલવાડની રાજ સત્તા ખંભાતના વેપારને ધણી અનુકુળ હતી. આઠમી સદીના મધ્યકાળથી તે તેરમી સદીના અંત સુધી અનુક્રમે ચાવડા સાલકી અને વાઘેલા કુળના રજપુત હિંદુ રાજાઓને અમલ હતા. આ હિંદુ રાજ્ય સત્તાની શરૂઆતમાંજ પરદેશી વેપારીએ ખંભાતના બંદરે વળ્યા હતા, પણ ખંભાતમાં તે સત્તાના અમલ જામતાં લગભગ એક સદી જેટલેા વખત વીતી જવાથી વેપારીઓને કેટલીક અડચણ પડતી હતી તેથી વેપાર ધીમા ચાલ્યા; પરંતુ ત્યાર બાદ તે સત્તા જેર પર આવી જેથી પરદેશીઓની સ ંભાળ રાખવામાં આવી અને ચાંચીઆએના ત્રાસ હતા તેના નાશ કરવાની તજવીજ જારી રહી. એ સત્તા જ્યાં સુધી કાયમ રહી તે દરમ્યાન ખંભાતના વેપાર સારી જાહેાજલાલીમાં ચાલ્યેા. ઇ. સ. ૧૨૯૭ માં દિલ્હીના બાદશાહ અઠ્ઠાઉદ્દીનના ભાઇ અલપખાને ગુજરાત લીધુ અને ખંભાત લૂટયું. આથી અણુહીલવાડની હિંદુ સત્તાના અંત આન્યા. દિલ્હીના ખિલજી તથા તઘલખ બાદશાહેાના વખતના વેપાર. ( ૧૨૯૭ થી ૧૪૦૩ ) તેરમી સદીની આખરે ખંભાત લૂંટાયું ત્યારથી ગુજરાતમાં દિલ્હીના બાદશાહ તરફથી મુસલમાન સુખાઓ આવવા લાગ્યા હતા. આ સુખાઓના અમલમાં દેશમાં ગેર ખદ્યમસ્ત વધીને લૂટફાટ, જુલમ અને ત્રાસ રૈયત ઉપર થવા લાગ્યા અને રાજ્ય તરફના રક્ષણને બદલે ભક્ષણ થવા લાગ્યું હિંદુઓમાં વટલવાના પકડાઈ ગુલામ થવાના તથા બન લૂટાઇ જવાના ભય વધ્યા અને પોતાનુ રળેલ કે સ’પાદન કરેલુ ૧ એજ ગ્રંથ પૃ. ૨૫૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy