________________
જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓ, પ્રણાલિકાઓ અને ધંધા. ૧૫૫. ખંભાતના કારીગરોએ બાંધલે એ ધ્વજદંડ જેવા યોગ્ય છે; ત્યારપછી શણગારેલી ઘેડાગાડીઓ, ઘોડા, મેટરે, નાના બાળકોની ગાડીઓ, વલંટિયની કેર અને વાજીંત્રો રાખવામાં આવે છે. વાત્રાની સાથે ગૃહ અને ધાર્મિક પુરુષ હોય છે. ત્યારપછી ચાંદી અને સેનાનાં પતરાંથી તૈયાર કરેલ રથ નીકળે છે અને પાછળ સન્નારીએ સુંદર વસ્ત્રાલંકાર સજી મંગલગીત ગાતી ચાલે છે.
૧૯–જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓ, પ્રણાલિકાઓ અને ધંધા.
- ખંભાતમાં જે જે જ્ઞાતિવાળાઓએ પ્રતિમા પધરાવ્યાં છે, તે પ્રતિમાના લેખો ઉપરથી તે તે જ્ઞાતિનું નામ જણાઈ આવે છે.
૧ શ્રી શ્રીમાળી જ્ઞાતિ આ જ્ઞાતિની બે શાખાઓ માલમ પડે છે. એક વૃદ્ધશાખા અને બીજી લઘુશાખા. જેન ધર્મ પાળતી બધી જ્ઞાતિઓમાં આ જ્ઞાતિને હિસ્સો ઘણાજ માટે આવે છે. એટલે અસલથી આ જ્ઞાતિ ઘણું મેટી હશે એ નિર્વિવાદ છે. તેમાં ઘણું ધનિકે ઉન્ન થયા છે. પારેખ, રાયા અને વજીયા આ જ્ઞાતિના હતા. - ૨ શ્રીમાળી કેટલાક લેખમાં “શ્રીમાળી એટલેજ શબ્દ મૂક્યો છે. કદાચ તે ઉપર જણાવેલી જ્ઞાતિ જ હોય તો કંઈ અસંભવિત નથી. કારણ કે અત્યારે શ્રીમાળી વણિક જ્ઞાતિની વસ્તી વધારે છે. શ્રી શ્રીમાળી એમાં “શ્રી” શુભસૂચક મૂક્યો હોય એમ લાગે છે. શ્રીમાળીમાં દશા શ્રીમાળી અને વીશા શ્રીમાળી એવા બે ભેદ છે. તેમાં વીશા શ્રીમાળીની જ્ઞાતિ મોટી છે.
ખંભાતમાં મેશ્રી વણિકામાં શ્રીમાળી વણિકની જ્ઞાતિ મોટી છે. તે જ્ઞાતિનાં કેટલાંક કુટુંબની પેઢીઓ જેન શ્રીમાળીના કુટુંબની પેઢીએમાં મળે છે. વળી લગ્નાદિ કેટલાક રિવાજોમાં મેશ્રી શ્રીમાળી તથા જૈન શ્રીમાળીમાં મલતાપણું આવે છે. આથી પ્રથમ શ્રીમાળી વણિક જ્ઞાતિ ઘણી જ મોટી હોવી જોઈએ એ સિદ્ધ થાય છે; અને તેમાંથી પાછળથી મેશ્રી શ્રીમાળી જુદા પડયા હોય એમ અનુમાન થાય છે.
૩ શ્રીશ્રીવંશ–આ જ્ઞાતિનાં ઘર ખંભાતમાં નથી. કદાચ તે ઉપરની જ્ઞાતિ અગર તેને ભેદ હોવો જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org