SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ 3 પુસ્તક લેખન અને પુસ્તક ભંડાર. જુની પ્રતો વધારે પ્રમાણભૂત ગણાય. જેમકે વસુલેહંકી નામના વાર્તા સાહિત્યને લગતે માટે ગ્રંથ પ્રાકૃત ભાષામાં શ્રી સંઘદાસગણિ વાચક અને શ્રી ધર્મસેનગણિ મહત્તરે રચેલો છે. તેનું શ્રી જેન આત્માનંદ સભા–ભાવનગર તરફથી ગુજરાતી ભાષાન્તર શ્રી જૈન ધર્મ પ્રવર્તક શ્રીમકાન્તિવિજયજી મહારાજના શિષ્યપ્રશિષ્ય મહારાજ શ્રી ચતુરવિજયજી અને પુણ્યવિજયજીએ કરવા હસ્ત ધર્યું. તેમણે તે ગ્રંથને લગતી જુદી જુદી બાર પ્રતિ એકત્ર કરી, અને તેમાં વધુ જુની પ્રત તાડપત્ર પર સંવત ૧૩૮૬ માં લખાયેલી હતી તેને વધુ પ્રમાણિક ગણી અને તે પ્રત ખંભાતના શાન્તિનાથ ભંડારમાંની હતી. ભંડાર – ૩ ૧ શ્રી નીતિવિજ્યજીને જ્ઞાનભંડાર–ટેકરી આગળનાની ધર્મશાળામાં આવેલ છે, જેમાં પ્રતિ તથા પુસ્તક છે. ' ૨ શ્રી શાંતિનાથને જ્ઞાનભંડાર–ભેંકરાપાડામાં આવેલો છે, તેમાં તાડપત્રની પત્રો છે. તેને વહીવટ હીરાભાઈ નગીનદાસ હસ્તક છે, આચાર્ય શ્રી વિઠ્ઠભવિજયસૂરિશ્વરે સં. ૧૯૯૪ માં તેને પુનઃઉદ્ધાર કર્યો એ વેળા વહીવટ અંગે સંઘમાંથી એક વગદાર કમિટી નીમવામાં આવી છે, જે હાલ વહીવટ ચલાવે છે. ૩ સાગરગછના ઉપાશ્રયને ભંડાર–સાગટાપાડે આવેલો છે. કેટલાંક પુસ્તકપાના હતા જે ખપી સાધુઓને તેમજ મુનિશ્રી લાવણ્યવિજયજીને સેંપી દેવામાં આવ્યા હતા. એ ગચ્છની બારસા સૂત્રની સેનેરી સચિત્ર પ્રત જેવા જેવી હોવાથી તેના ત્રસ્ટીઓ તરફથી જેન શાળામાં રાખવામાં આવી છે. જેનો ઉપયોગ પર્યુષણમાં થાય છે. આ ઉપાશ્રયના ભંડારમાંથી મુનિશ્રી વિદ્યાવિજયને અકબર બાદશાહે આપેલા છ ફરમાન હાથ આવ્યા હતા. જે ફરમાને અસલ તથા ભાષાન્તર સાથે ગુજરાતમાં તપાગચ્છના આચાર્ય દેવસુંદર અને સોમસુંદરસૂરિની મંડળીઓ કર્યું, અને રાજપુતાનામાં જેસલમેરનાં શાસ્ત્રોને સમુદ્ધાર ખરતરગચ્છના , અધિપતિ જિનભદ્રસૂરિની મંડળીએ કર્યો હતો.” (જૈનસાહિત્યને ઈ. ૫ ૪૬૦) સં. ૧૪૭ર માં ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત નામના શેઠે જૈનોનાં ૧૧ મુખ્ય અંગે-આગમ માટે ખર્ચ કરી સોમસુંદરસૂરિ દ્વારા લખાવ્યાં હતાં. (જેન સા. ઈ. પૃ. ૪૬૦) ૨ ચૈત્ય પરિપાટી–પ્રકાશક શ્રી સ્તંભતીર્થ જૈન મંડળ, મુંબઈ. પૃ. ૫૯ ૩ “બુદ્ધિપ્રકાશ” પુ. ૭૮ મું. પૃ. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy