________________
૧૨૪
ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ.
૩૧ કઈવન્ના રાસ , ૨૮૪ સં. ૧૬૮૩ માં. ૩ર વિરસેનને રાસ , ૪૪પસં. ૧૫૮૩ માં.
આ ઉપરાંત કવિએ ૩૩ સ્તવને, સઝાય, નમસ્કાર, સુભાષિત ૪૦૦, ગીત ૪૧, હરિયાલી ૫ વગેરે રચ્યા છે.
ઉપરના કાવ્યમાંથી નીચેના છપાઈને પ્રસિદ્ધ થયા છે. ૧ શ્રી ભરતેશ્વરનો રાસ-આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૩ જામાં પ્રસિદ્ધ. ૨ નેમિનાથ નવર–પ્ર. ૨. આદિ. સં. ભા. ૩ માં પૃ. ૧૫૧ થી ૧૫૭. ૩ કુમારપાળ રાસ-આનંદકાવ્ય મહોદધિ મી. ૮ માં પ્રસિદ્ધ. જ હિતશિક્ષાને રાસ-શા. ભીમશી માણેક-મુંબઈ, તેમણે પ્રસિદ્ધ કર્યો. ૫ હીરવિજયસૂરિ રાસ-આનંદકાવ્ય મ. મૌ. ૫ માં પ્રસિદ્ધ.
કવિએ પોતાના ઘણા કાવ્યના અંતભાગમાં ખંભાતનું વર્ણન, લોકેની રીતભાત, પહેરવેશ, ધર્મ વગેરે ઐતિહાસિક વર્ણન આપ્યું છે.
કવિ કષભદાસે કયા ગામમાં, કોના રાજ્યમાં, કોના પુત્રે, કયા વર્ષે કયે માસે અને ક્યા દિવસે રાસ રચ્યો છે એ હકીકત સમશ્યામાં કહી છે. જે મૂઢ-અજ્ઞાન નહિ જાણે, પણ નિપુણ નર જાણી શકશે; સમશ્યામાં પોતાનું ઓળખાણ વગેરે જણાવનાર તરીકે ખંભાતમાં થએલા કવિઓમાં તે એકજ છે. તે સમશ્યા આ રહી–' દેશ, પાટણમાંહિ ઓ નર જેહ, નાતિ ચોરાસી પિષ તેહ,
મેટો પુરૂષ જાગે તેહ કહેસ, તેહની નાતિની નામિ દેશ-ગુજરદેશ ગામ. આદિ અધ્વર વિન બીબઈય, મધ્ય વિના સહ કીર્તિ હોય,
અંત્ય અક્ષર વિન ભુવન મઝારી, દેખી નગર નોમ વિચાર.-ખંભાતિ રાજા. પગ ધુરિતણો અધ્યરેલેહ, અધ્વર ધરમનો બીજો જેહ,
ત્રીજે કુસુમતણે તે ગ્રહી, નગરી નાયક કીજઈ સહી-ખુરમ પાતશા પિતા નિસાણ તણો ગુરુ અષ્યર લેહ, લઘુ દેય ગણપતિના જેહ,
ભેલી નામ ભલું જે થાય, તે કવિ કેરે કહુ પિતા-સાંગણ કવિ. વંદ અગર ત્રાષિ પરથી લેહ, મેષલાતણે નયણમાં જેહ, .
અષ્કર ભવનમો શાલિભદ્રતો, કુસુમદામને વેદમો ભણે, સહી અગર બાણ, જેડી નામ કરે કાં ભમે, શ્રાવક સંય રસની પાત પ્રાગવંશ વસો વિખ્યાત.--અષભદાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org