________________
૧૦૫
સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજન ખીમ વ્યવહારી.
શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર શ્રી વિનયદેવસૂરિ એક વખત વિહાર કરતા કરતા ખંભાત આવ્યા. આ વખતે ખંભાતમાં ખીમે વ્યવહારી મેટા અધિકારને ભેગવતે હતે. શ્રી પૂજ્ય ખીમાને ત્યાં ઉતયા. તેણે બહુજ આદર પૂર્વક પિતાના ઘરના ત્રીજા માળે તેમને ઉતાર આપ્યો. ગુરુના ઉપદેશ પ્રમાણે ખીમે તેમની સણાને અનુસરવા તૈયાર થયા. તેણે ખંભાતના સર્વ શ્રાવકે, નગરમાં હતા તેટલા ગપતિઓ, ઉપાધ્યાય અને બીજા સર્વને ભેગા કરીને કહ્યું કે હું સુધર્મગચ્છને અનુયાયી થાઉ છું જેને કંઈ પણ સંદેહ હોય તે જાહેર કરે. એટલે તેને ખુલાસો થાય. “સમસ્ત સાધુઓએ કહ્યું કે તમે કહો છો તેજ સહણ શુદ્ધ અને જિનભાષિત છે. આ વખતે ઘણા લોકોએ તે સહયું કબુલ રાખી. એ પ્રમાણે કરવાથી ઘણા શ્રાવકને અનુરાગ વળે અને અનેક ઉત્સવ થયા.”
આ વખતે વિજયગચ્છના શ્રી ક્ષમાસાગરસૂરિ કે જેમની સહણા ઘણા દેશમાં હતી; અને ઘણું ભવ્ય જને જેમની આજ્ઞા માનતા હતા. તેમણે સાંભળ્યું કે વિનયદેવસૂરિએ સૂત્ર સિદ્ધાન્તથી સમાચારી ફેરવી છે. આથી તેઓ પિતાના પરિવાર સાથે ખંભાત આવવા નીકળ્યા.
એક વખત ખંભાતના હંસરાજ દેસી સૂતા હતા ત્યાં તેમણે સ્વપ્નમાં ખીમાશાહના ત્રીજા માળે ચંદ્ર જે. આ વાત સવારમાં તેમણે જાહેર કરી. એટલામાં ખબર મળી કે “પ્રખ્યાત ગચ્છનાયક પધારે છે.” ક્ષમાસાગરસૂરિને આવતા જાણીને સંઘ મટી ધામધુમથી તેમની સામે ગયે. ગુરુએ ખીમાશાહના ત્રીજા માળે મુકામ કર્યો. પછી બેઉ આચાર્યો ઉપરની વાત માટે એકમત થયા. પછી બંને અમદાવાદ પધાર્યા. સેની તેજપાલ (સં. ૧૬૪૯) - “સેની શ્રી તેજપાલ બરાબરી નહિં કે પિષધ ધારી”
. (હી. રા. પૃ. ૧૬૬) ખંભાતની સુપ્રસિદ્ધ ઓસવાલ જ્ઞાતિને અને તે પુત્ર તેજપાલ સત્તરમા સૈકામાં મેટે ધનાઢ્ય થઈ ગયો છે. ઓસવંશમાં પ્રખ્યાત ૧ શ્રી વિનયદેવસૂરિએ બરહાનપુરમાં જુદે ગ૭ સ્થાપન કર્યો હતે. તે સંબંધી ઉપરની વાત છે. વિનોદેવસૂરિ રાસની કડી ૧૯૨ થી ૨૦૧ જુઓ. એ. રા. સં. ભા. પૃ. ૨૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org