SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને.. પ્રાપ્ત કરનાર સં. લાલા, ભાવસાર સં. સિહભટ, ઉત્તમ શ્રાવક વસ્તુપાલના વંશજ મં૦ વિજલ હર્ષથી સંઘમાં આવ્યા હતા. તથા મદન, મલ્હાક, રત્નસિંહ વગેરે અસંખ્ય શ્રાવકે ઉત્કંઠિત થઈ પ્રતિષ્ઠા પ્રસંગમાં આવ્યા હતા. સમરાશાહે સર્વને યથોચિત સત્કાર કર્યો હતે. સહજપાલ અને સાહપાલ એ બંને ભાઈઓએ સંઘમાં આવી પિતા સં. દેસલના ચરણોને ભક્તિ પૂર્વક વંદન કર્યું દેસલશાહ આનંદિત થયા અને વિમલગિરિ શિખર ઉપર ચઢવા ઉદ્યમી થયા.” પિતાની સાથે પુત્રોએ દેવની પૂજા કરવા માંડી, સેનું, રૂપું, હીરા વગેરે રત્નનું દાન કરવા માંડયું, અને તે પ્રમાણે કરતા કરતા આગળ વધવા લાગ્યા. પ્રતિષ્ઠા કરવાના સ્થળ આગળ આવી પહોંચતાં સ્નાન કરી શુદ્ધ વસ્ત્રાભૂષણ સજી ચંદન તિલકથી લલાટને અલંકૃત કરી ભતિ પૂર્વક ચેત્યમાં પ્રવેશ કર્યો. સિદ્ધસૂરિ જિનની સામે રહ્યા. અને દેસલશા તથા સાહણ (પિતા પુત્ર) આદીશ્વરની જમણી બાજુએ તથા સહજ અને સમર જીનની ડાબી બાજુએ ઉભા રહ્યા. સિદ્ધસૂરિએ બહુ સુંદર રીતે વિધિ પ્રમાણે વિ. સં. ૧૩૭૧ ના મહા સુદ ૧૪ ને સોમવારે યુગાદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરી સં. દેસલે તથા બધા પુત્રએ ચંદન પુષ્પ વગેરેથી પૂજા કરી. આનંદથી સર્વ નાવ્યા હતા. અને ધનવૃષ્ટિ કરી હતી. દશ દિવસ સુધી ત્યાં ઉત્સવ કરવામાં આવ્યા હતા. દરેકે જુદી જુદી રીતે પ્રભુ ભકિત કરી હતી. સાહણપાલે કસ્તુરીના વિલેપનથી સઘળું શોભાવ્યું. વિવિધ લાખ પુષ્પથી મહા પુજા કરી. પછી અગિઆરમે દિવસે આરતી કરવામાં આવી. દેસલે આરતી ઉતારી અને સાહણ અને સાંગણ ચામરધારી બન્યા હતા. સામંત અને સહજપાલ હાથમાં શ્રેષ્ટ શૃંગાર ધરી રહ્યા હતા. આરતી થઈ રહ્યા પછી સંઘ પૂજા, સ્વામીવાત્સલ્ય તથા દાન કરવામાં આવ્યું હતું. પછી સંઘ પાછો વળ્યો હતો. પછી ગિરનારની યાત્રા કરી હતી. રાજાઓએ તેમને માન આપ્યું હતું. આ કીર્તિવંત પુત્રે પિતાની સાથે યાત્રા કરી લક્ષ્મીના સદુપગથી કીર્તિને અમર કરી છે. સાજણસી શાહ (વિ. સં. ૧૪૨૪) શત્રુ જ્ય તીર્થના ઉદ્ધારક અને તિલંગ દેશનું આધિપત્ય ભેગવનાર પ્રસિદ્ધ શ્રેષ્ટિ સમરસિંહને છ પુત્રો હતા. સાહ, સત્ય, ડુંગર, સાલિગ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy