SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થંભતીર્થ અને મહાપુરુષા. ૧ પડે તા આપ રાજા અને હું આપના ચરણુ કમળના સેવક થાઉં. કુમારપાળની આ પ્રતિજ્ઞા સાંભળી શ્રી હેમાચાર્ય ઓલ્યા કે, “નર્કને પ્રાપ્ત કરાવનાર રાજ્યની ઇચ્છા અમને શાની હાય! પરંતુ તમે કૃતઘ્ન થઈ આ વચન ન વિસરી જતાં; જિનશાસનના પરમ ભક્ત થજો.” એ સમય દરમિાન કુમારપાળને પકડવાને સિદ્ધરાજના માણસા આવ્યાં. શ્રી હેમાચાર્ય ને ખબર પડતાં કુમારપાળને ભોંયરામાં ઉતારી દીધા અને ઉપર પુસ્તકા વગેરે ગાઠવી દીધાં. સેનાપતિને ઘણી ચાલ કરી. તેમાં છેવટે નિષ્ફળ નિવડવાથી તે સેના ચાલી ગઇ. કુમારપાળ અહાર નીકન્યા પછી પેાતાને જીવતદાન દેનાર આચાર્ય શ્રીના બહુ ઉપકાર માનવા લાગ્યા. અત્યારે ખારવાડામાં ગુલાબવિજયના જીના ઉપાશ્રય છે. કહેવાય છે કે ત્યાંજ શ્રી હેમાચાર્યે કુમારપાળને સંતાડયા હતા. 1 સેના ગયા પછી ઉડ્ડયન મંત્રી કુમારપાળને પેાતાને ઘેર લઈ ગયા. સ્નાન, પાન ભાજનાદિથી તેના સત્કાર કરી શ્રી હેમચંદ્રની માના પ્રમાણે બત્રીસ દ્રુમ્મ (રૂપીઆના ચેાથે। ભાગ ) આપી વિદાય કર્યો. થોડાક સમય માદ સિદ્ધરાજ મરણ પામતાં કુમારપાળ સહીલવાડ ગયા; અને પેાતાના અનેવીની મદદથી ગાદી મેળવી. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કરેલી ભવિષ્યવાણી સાચી પડી અને સ ૧૧૯૯ માં ઉપર કહેલી તિથિએ તે ૫૦ વર્ષની ઉંમરે ગાદી પર બેઠા. ગાદી પર બેઠા પછી પોતાના ઉપર કરેલા સર્વ ઉપકારીઓના ઉપકારના બદલે વાળી આપવા તે ચુકા નહિ. ખંભાતના મંત્રી ઉદયને તેને સહાય કરેલી હાવાથી તેના પુત્ર વાગ્ભટ્ટને પ્રધાનપદ આપ્યું. શ્રી હેમાચાર્ય ને પાટણમાં ખેલાવી પેાતાની પાસે રાખ્યા. તેમની આજ્ઞા પ્રમાણે પાતે વર્તવા લાગ્યા; અને જૈનધર્મને ઘણા આશ્રય આપ્યા. તેણે લગભગ ૧૧૦૦ જૈન દેવાલયા બંધાવ્યાં તથા ઘણાંના ોદ્ધાર કરાવ્યા હતા. કુમારપાળે ખંભાતમાં જીર્ણોદ્ધાર કરાવી રત્નમય જીનપ્રિમની સ્થાપના કરાવી. હેમાચાર્યને જે જગ્યાએ દીક્ષા ૧ ‘ખંભાત ચૈત્ય પરિપાટી.’ શ્રી મેાહનલાલ દીપચંદ કૃત પૃ. ૩૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy