________________
૭૦
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ
૧૬૭૪ ના આ સુદિ ૧૩ ને દિવસે સ્તંભતીર્થમાં આચાર્યપદ પામ્યા. વિક્રમ સંવત ૧૬૯૯ ના અષાડ સુદિ ૧૫ ને દિને સ્વર્ગવાસ થયા. શ્રી મુનિચંદ્રસૂરિ–(પાયચંદગ૭)
જોધપુરવાસી, સાનિ ત્રેિ એ સવાલ વિક્રમ સંવત ૧૭રર માં દીક્ષા વિકમ સંવત ૧૭૩૭ માં સ્તંભતીર્થમાં આચાર્યપદ મળ્યું અને વિ. સં. ૧૭૫૧ ના આ સુદિ ૧૦ ને દિને વિરમગામમાં સ્વર્ગે ગયા. લક્ષ્મીસાગરસૂરિ—(જન્મ સં. ૧૭૨૮)
મારવાડ દેશના સિવાણી નામના ગામમાં વણિક હેમરાજ રહેતો હાલે તેને રાજાબાઈ નામની સ્ત્રી હતી. હેમરાજ કેટલેક કાળ ગયા પછી પિતાની પત્નિ સાથે ખંભાતમાં વ્યાપારાર્થે આવ્યા. અહીં એક પુત્ર સં. ૧૭૨૮ ના ચૈત્ર સુદિ ૫ ને દિવસે જમ્યો; તેનું નામ ધનજી પાડયું. એક દિવસ ધણું ધણિઆણું પુત્રને લઈને વડેદરે ગયા. ત્યાં વૃદ્ધિસાગરસૂરિ બિરાજતા હતા. એમની દેશનાથી પુત્ર ધનજીના મનમાં વૈરાગ્ય ઉપન્ન થયે અને સં. ૧૭૩૬ ના વૈશાખ સુદિ ૩ ને દિવસે તેમની પાસે દીક્ષા લીધી અને નિધિસાગર નામ રાખ્યું. ગુરુ અને શિષ્ય ઘણું નગરમાં ચેમાસાં કરી રાજનગર પધાર્યા. ત્યાં શાંતિદાસ શેડના પુત્ર લક્ષમીચંદ શેઠે ભારે ઠાઠમાઠથી ઉત્સવ કરીને નિધિસાગરને સં. ૧૭૪૫ના વૈશાખ વદિ ૨ ને દિવસે સૂરિની પદવી અપાવી. લક્ષ્મીસાગરસૂરિ નામ સ્થાપ્યું.
તેમણે સિદ્ધાચલ, રૈવતગિરિ, તારંગા, અંતરિક્ષજી, આબુ વગેરેની જાત્રાઓ કરી હતી અને સં. ૧૭૮૭ માં સુરતમાં ચોમાસું કર્યું, શરીર બહુ જીર્ણ થઈ ગયું હતું, પણ રાજનગર તરફ વિહાર કરવાની ઈચ્છા કરી, પરંતુ સુરતના બહુ આગ્રહથી બીજું ચોમાસું પણ સુરતમાં જ કર્યું. શરીર બહુ જર્જરીત થયું હતું. સં. ૧૭૮૮ ના વિજ્યાદશમીને દિવસે પ્રમદસાગર ઉપાધ્યાયને બોલાવી તપાગચ્છને બધો ભાર સંભાળી લેવા કહ્યું અને તે માટે તેમને સૂરિપદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યું.
આ વખતે તેમના ઘણું શિષ્ય હતા, તે પૈકી પંડિત રવિસાગર, બુધઅજિતસાગર, કુશલસાગરગણિ, ક્ષીરસાગરગણિ, વિશેષસાગર વગેરે મુખ્ય હતા; તેમના અંત સમયની ખબર બધે મેકલતાં અમદાવાદ, રાધનપુર, પાટણ, ખંભાત, બુરાનપુર, વડેદરા, ડભોઈ, ભરૂચ, અંકલેશ્વર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org