________________
ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ. તેમણે પાર્ધચંદ્રગ૭માં બહુ અગળ પડતે ભાગ લીધે છે. તેમણે પાર્ધચંદ્રસ્તુતિ, પાર્ધચંદ્ર સઝાય, મહાવીર સ્તવન વગેરે ઘણા કાવ્યો રચ્યાં છે.
તેઓ સં. ૧૬ર૬ ના જેઠ વદિ ૧ ને દિવસે ખંભાતમાં સ્વર્ગવાસી થયા. શ્રી રાયચંદ્રસૂરિ–-(પાયચંદગ૭)
જંબુસર ગામમાં જાવડશા દેશી નામે એક પ્રખ્યાત ગૃડસ્થ રહેતો હતો, તેને કમલદે નામની પકિનથી સં. ૧૯૦૬ ના ભાદરવા વદિ ૧ રવિવારે પુત્ર થયો. જેનું નામ રાયમલ્લ પાડયું. રાયમલ્લ જન્મથીજ સારા લક્ષણવાળો હતો.
રાયમલ્લ નિશાળે જઈ થોડા સમયમાં સારી વિદ્યા મેળવી; પૂર્વના સંસકાથી તેને સંસાર પર બહુ પ્રીતિ ન હતી. આવી મનની સ્થિતિ હતી તેવામાં પાર્ધચંદ્રસૂરિના શિષ્ય સમચંદ્રસુરિ ત્યાં પધાર્યા.
અહીં તેમના સદુપદેશથી રાયમલ્લને વૈરાગ્ય થયું. તેથી તેણે દિક્ષા લેવાનો વિચાર કર્યો. માતા પિતાની અનુમતિ લેવા માટે તેણે તેમને સમજાવવા માંડ્યાં. આવા પ્રસંગમાં જાવડશા પોતાની સ્ત્રી અને પુત્રપુત્રી સાથે ખંભાત આવ્યું. રાયમલ્લને માટે ઘણાં માગા આવવા માંડયા. રાયમલ્લની બેન સંપૂરાએ ભાઈને સમજાવીને પરણાવવામાટે ઘણે પ્રયત્ન કર્યો. પરંતુ રાયમલે કે ઈનું માન્યું નહિ. છેવટે રામના સંબંધી દોશી જેવા અને તેની પત્નિ અમરા, રાયમલ્લની ભૂઅરજજા, રાયમલ્લનો ભાઈ જયમલ્લ અને તેની પત્નિ અરઘાદે તથા ભત્રીજે વાસણ, તેમ ખંભાતને અધિકારી વર્ગ વગેરે સમક્ષ રાયમલે દીક્ષા લેવાને દ્રઢ નિશ્ચય જાહેર કર્યો. પરિણામે એ સવાલ વંસના સેમસી મંત્રી અને તેમનાં પતિને ઈદ્રાણીએ કરેલા ઉત્સાહપૂર્વક સં. ૧૬૨૬ ના વૈશાખ સુદિ ૯ ને દિવસે રાયમલે સમરચંદ્ર પાસે દીક્ષા લીધી. પછી તેમણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો. રાયચંદ્રમાં સંપૂર્ણ યોગ્યતા આવેલી જોઈ ગુરૂએ તેમને સંઘ સમક્ષ સૂરિપદવી આપી.
આ ઉત્સવમાં અમદાવાદ વિરમગામ વગેરે ગામના સંઘો આવ્યા હતા. અમદાવાદથી સહ શ્રીપાલ. સાહ હેમા, શ્રીપતિ, સીપૂ, કાલા, તેજા, સોમસી, નાકર, સોની તાપે, કરણે સાહ, નાને સાહ, અને દોશી જયમલ્લ અને જ્યવંત એ બે ભાઈ આવ્યા હતા. અને વીરમગામથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org