________________
ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં “ખંભાત નું શુભાભિધાન સુપ્રસિદ્ધ છે, પણ એ નગર (બંદર) કયારે અને કોણે વસાવ્યું એ વાતને નિર્ણય કરવો જરૂરી છે.
ભાઈશ્રી રત્નમણિરાવે “ખંભાતને ઇતિહાસ” લખ્યો છે તેમાં પણ ખંભાત કયારે વસ્યું? એ વાતને ઈશારે પણ કર્યો નથી, જે કે ખંભાતના ભિન્ન ભિન્ન નામે ઉપર તો આ ઈતિહાસમાં અને ઉકત ઇતિહાસમાં ખૂબ ચર્ચા કરી છે પણ મૂળ વસ્તુ એમને એમજ રહેવા દીધી છે. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી જોઈએ કે જ્યાં સુધી કઈ પણ વસ્તુનું મૂળ ન મલે ત્યાંસુધી આગળ ચાલવું ન જોઈએ.
ખંભાત નગર કયારે વસ્યું?
ઋગ્યેદ કાળમાં ગુજરાતના કેઈ પણ પ્રાચીન નગરની નામાવલી મલતી નથી, મહાભારત અને રામાયણમાં પણ આ નગરનો ઉલ્લેખ મળતો નથી, ઈશુની પૂર્વેના જૈન અને બૌદ્ધ સાહિત્યની જાતક કથાઓમાં પણ ખંભાત નગર વિષે કશું જ મળતું નથી, પ્રાચીન કાળમાં પ્રાચીન નગરેની નામાવલીમાં સૌરાષ્ટ્ર ભંગુકચ્છી ભરૂચ અને સોપારાના અભિધાને ઉપલબ્ધ થાય છે.
ઈ. સ. પૂર્વેની પહેલી શતાબ્દિમાં ગુજરાત લાટ, અને સૌરાષ્ટ્રના સ્વામી શક લેક હતા, જેન વાડમયાનુસાર ભૃગુકચ્છમાં પ્રતાપિ બલમિત્ર અને ભાનુમિત્રનું શાસન હતું. પ્રાચીન કાળથી જ ભૃગુકચ્છ સમસ્ત જગતના વ્યાપારી દેશમાં આર્યાવર્તનું મેટું બંદર હતું. એમ એ કાળના ગ્રન્થ પરથી જાણવા મળે છે, દક્ષિણાપથમાં આન્ધ
૧ ભગુચ્છ સંબંધી જેન સાહિત્યમાંથી ઘણું મળી શકે તેમ છે. પ્રાચીન
ગ્રન્થો પૈકી “બૃહત્ક૯૫ભાષ્ય-ચૂણિ” માં “નિશીયણિ” માં “વસુદેવહિંડી” માં અને “આચારાંગ સૂત્ર” ઇત્યાદિ ગ્રન્થોમાં ઉક્ત માટે વર્ણન મળે છે, બૌદ્ધોના “દિવ્યાવદાન” માં પણ આ નગરની ઉત્પત્તિનું વર્ણન આપ્યું છે તથા “સ્કંદ પુરાણ” માં આ નગરની ઉત્પત્તિ વિષે ૬૫ કલેકમાં વર્ણન મળે છે (રેવાખંડ.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org