________________
૭૫
ત્રિભુવનમાં જિનકથિત ધર્મથી અધિક મૂલ્યવાન વસ્તુ બીજી કઈ છે નહિ.
ધર્મ એ ભાવદીપક છે, ભાવમાતા છે, ભાવપિતા છે, ભાવબંધુ છે, ભાવસખા છે. અર્થાત સારી સર્વ ઉપમાઓ પણ ધર્મના સર્વથા અનુપમ સ્વરૂપને યથાર્થ પણે ઓળખવાઓળખાવવા માટે અપૂરતી નીવડે છે.
આવા અણમોલ, અનુપમ, અચિન્ય શક્તિશાળી, અનંત ઉપકારી ધમની આ દુનિયામાં અનેક નકલો થાય છે.
મૂલ્યવાન વસ્તુની નકલ કરીને, ભેળા, અજ્ઞાન જીવોને તે નકલી વસ્તુ, અસલ વસ્તુના નામે બઝાડી દેવાનો ધંધો કરનારા આ દુનિયામાં ઘણું છે. - આવા ધૂતારાઓ નકલી માલથી સાવધાન રહે’નાં મોટાં પાટિયાં પિતાની દુકાને લટકાવે છે. અને તેનાથી પ્રભાવિત થઈને આજના કાળમાં મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ જીવો ધોળે દહાડે ઠગાય છે. : પોલીસ કરેલા પિત્તળને સાચું સોનું સમજીને ખરીદવાની ભૂલ કરતાં પહેલાં જે તેને કસોટી ઉપર ચઢાવવામાં આવે છે તે તેનું નકલીપણું તત્કાલ ઉઘાડું થઈ જાય છે. તેમ મેક્ષ પમાડનારા જિનધર્મનું સાંસારિક સુખ-સગવડો મેળવવા માટે અવમૂલ્યન કરનારા કોઈ પણ મિથ્યાચારીની ૨૪ કલાકની સમગ્ર દિનચર્યાની, આગમની કસોટી પર ચકાસણી કરવામાં આવે, તે તે ઠગ હોવાનું તરત સમજાઈ જાય.
ધમને ભૌતિક સગવડ સાથે કેઈ નાત નથી. એવી સગવડો માટે ધર્મ કરવો યા કરાવો તે અમૃત સાટે ઝેર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org