________________
નટને જીવ પિતાના પગના અંગુઠાની દોરડા સાથેની પકડમાં હોય છે તેમ સમ્યગદષ્ટિ આત્મા બહારથી જે કામકાજ કરે છે તે સમયે તેનું મન તે આત્મામાં હોય છે.
પ્રભાકરના પ્રકાશમાં સ્નાન કરીને હસતા-નાચતા મૃદુ પુષ્પની જેમ પ્રતિકમણના પાવનકારી પ્રકાશમાં સ્નાન કરીને આપણે પુષ્પ જેવા મૃદુ, પવિત્ર, પ્રસન્ન ચિત્તવાળા બનવાનું છે.
પ્રતિકમણમાં આપણે જે સૂત્રે બોલીએ છીએ તેમજ સાંભળીએ છીએ, તે પ્રત્યેક સૂત્રમાં અસાધારણ કટિની આત્મશુદ્ધીકરણની ક્ષમતા છે. અને તે બધા સૂત્રોમાં શ્રી નવકાર શિરમોર છે એટલે તેને શ્રી જિનશાસનને સાર (શિળતા
) કહેલ છે. ચૂલિકા વગરને શ્રી નવકાર એ સહી વગરના ચેક જેવો છે. પાયા વગરના પ્રાસાદ જે છે, માટે ૬૮ અક્ષરના પૂરા જાપનું વિધાન છે.
શ્રી નવકારમાં રમતા મનમાં, સંસાર શી રીતે ટકી શકે? જે સૂર્ય સામે અંધકાર ટકે તે જ આવી આશ્ચર્યજનક ઘટના બને.
આખું પ્રતિક્રમણ શું છે ?
પાપનું ઘર છોડીને સર્વશ્રેયસ્કર ધર્મના ઘરમાં ત્રિવિધે વસવાટ કરે તે છે.
તેમ છતાં પ્રતિકમણના પાવનકારી પ્રકાશને ઝીલવાની જે તાલાવેલી આપણું આખા મનમાં જાગવી જોઈએ તે ન જાગવાનું કારણ આત્માના અચિત્ય સામર્થ્યને કુંઠિત કરતા પાપાચાર પ્રત્યેની આપણું કૂણી લાગણી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org