________________
માટે તે પ્રતિક્રમણમાં વારંવાર શ્રી નવકાર ગણવાનું વિધાન છે.
દીર્ઘકાળને રીઢ રોગ, કુશળ વૈદની એક દિવસની ઔષધિથી સર્વથા નાબૂદ થતું નથી, તેમ અનાદિકાળથી આત્મામાં નીરક્ષીરન્યાયે મળીને રહેલે ભાવમળ, એક માનવભવમાં થોડાક વર્ષોની ધર્મારાધનાથી સર્વથા નાબૂદ ન પણ થાય. તેમ છતાં તે ક્ષણ તે થાય જ છે.
માટે તે સમર્થ શાસનપ્રભાવક આચાર્ય ભગવંતાદિને પણ દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રનું ફરમાન છે.
આજે આ દેશમાં જે વાતાવરણ છે, તેનાથી ઘેરાયેલા કેઈ પણ જીવને, આત્માભિમુખ રહેવા માટે શ્રી જિનાલય અને જિનબિંબને આશ્રય અનિવાર્ય છે.
પ્રતિક્રમણમાં આગમ-મર્મ છે. જિનબિંબમાં ધર્મ-મર્મ છે. જિનબિંબમાં ધર્મ–મર્મ શી રીતે છે?
સાક્ષાત્ શ્રી જિન સ્વરૂપ શ્રી જિન પ્રતિમાજીનું દર્શન. આત્માના પરમાત્મા સ્વરૂપના દર્શન માટેનું અજોડ અનન્ય અનુપમ માધ્યમ છે માટે જ કહ્યું છે કે –
દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ, દર્શન સ્વર્ગ સોપાન, દર્શન મોક્ષ સાધનમ.
પ્રતિક્રમણ દરમ્યાન બેલાતાં સૂત્રોના શ્રવણમાં એક્તાનતાને જે અભાવ આજકાલ જોવા મળે છે તે એવું સૂચવે છે કે આપણને ચલણ ને ગણવામાં જેટલો રસ પડે છે. તેટલે પણ રસ આ સૂત્રોને સાંભળવામાં પડતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org