________________
૩૯, રાજમાર્ગ શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશેલા સર્વ સત્વ હિતાશયમૂલક ધર્મની વિધિ-બહુમાનપૂર્વક આરાધના કરવી
આવી ઉત્તમ પ્રકારની આરાધના માટેની ભૂખ શ્રી નવકારના ભાવપૂર્વકના જાપથી જાગે છે. તેવા પરિણામે પાપબુદ્ધિ પાંગળી બને છે, ધર્મબુદ્ધિ સશક્ત બને છે એટલે ધ્યાન ધર્મમાં રહે છે.
વિભાવને નમવું તે પાપ,
સ્વભાવને નમવું તે ધર્મ, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થે જઈ, શ્રી આદીશ્વર દાદાની પૂજા કરનારા પુણ્યશાળીઓની લાંબી કતાર લાગે છે.
આ કતારમાં ઉભેલા, ભાવિકે પૈકી અનેક વિવેક છેડીને આગળ વધવાનો જે પ્રયત્ન કરે છે તે પણ નિગોદવાસ દરમ્યાન લાગુ પડેલા “હું પહેલે” નામના ભાવગનું જ સબળ પ્રમાણ છે.
એકવાર દાદાની પૂજા કરનારા ભાઈઓમાં ચોથા ક્રમે ઊભેલા મને પાંચમા નંબરના ભાઈએ જોરથી એ ધક્કો માર્યો કે હું પડતાં માંડ બચે, છતાં મારે ખસી તે જવું જ પડયું. કારણ કે ત્રણ જગતના નાથ સન્મુખ હું કોઈ અવિવેક, ગેરશિસ્ત, ગરબડ, ફરિયાદ કરી શકું તેમ ન હતે.
મારો આ જાત અનુભવ અહીં એટલા માટે ટાંક્યો છે કે તેમાંથી આરાધક આત્માએ બોધ ગ્રહણ કરીને ઉત્તમ આરાધનાના ક્ષેત્રમાં વિરાધનાનું પાપ કરતાં ખચકાય તેમજ પાછા પડે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org