________________
- ૩૭
જુગુપ્સા જાગવી એટલે ચીતરી ચઢવી.
પાપ પ્રત્યે જ્યારે હાડોહાડ નફરત પેદા થાય છે, ત્યારે આવી ચીતરી જાગે છે.
વિષ પ્રાણોને નાશ કરે છે, તો પા૫ આત્માના ગુણેને ઘાત કરે છે.
તાત્પર્ય કે પાપ વિષ કરતાં વધુ ભયંકર છે, તેમ છતાં મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થઈને જીવો પાપરૂપી મહાવિષનું પાન કરતાં ખચકાતા નથી.
જીવહિંસા કરવી એ પાપ. અસત્ય બોલવું એ પાપ. આ રીતે પાપનાં મૂળ સ્થાને અઢાર છે.
આ પૈકી ક્યા પાપનું મેં આજે સેવન કર્યું તેની નૈધ આરાધકે પિતાની નેંધપોથીમાં રાખવી જોઈએ અને તેના અધિકારી ગુરુ પાસે પ્રગટ એકરાર કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.
પ્રાયશ્ચિત્ત એ અત્યંતર તપનો એક પ્રકાર છે.
ચિત્તને પ્રાયઃ તે પાપમાં હું હવે નહિ જેડું એ ભાવાર્થ પ્રાયશ્ચિત્ત-તપનો છે.
* પ્રાયઃ” શબ્દ એટલા માટે ગોઠવ્યો છે કે સંસારી જીવનું ચિત્ત કયારેક ડામાડેળ થઈને કદાચ એ પાપ પુન: કરી પણ દે પણ અંગીકાર કરેલા પ્રાયશ્ચિત્તને પાળવાની ચીવટવાળે વિવેકી આત્મા તે પુનઃ એ પાપથી વેગળે જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org