________________
૫
લખવાનું કે જે રીતે અધકારને દૂર કરવામાં વિતેજ ઉપકારક નીવડે છે, તે રીતે.
જે માણસને સપનું ઝેર ચઢે છે તેને કડવેા લીમડો પણ મીઠો લાગે તેમ મેહવિષગ્રસ્ત જીવાને સપના ઝેર કરતાં વધુ કાતિલ આત્મગુણુઘાતી વિષય-કષાય મધ કરતાં વધુ મીઠા લાગે છે.
લગભગ આવી જ દશા આજે આપણા આત્માની છે. તેથી આપણને નિષ્પાપ જીવનની સાચી ભૂખ નથી લાગતી. દાજીશું એ બીકે અંગારાને અડતા નથી, એ હકીકત દેહ પ્રત્યેના આપણા રાગનું સમન કરે છે. જો આવા જ રાગ આપણને આત્મા તરફ હાત તે તેને દઝાડનારા પાપથી સર્વથા વિરમી ગયા હોત.
અલિહારી છે શ્રી જિનશાસનની કે તેની અમૃતમયી નિશ્રાના પ્રતાપે આજે આપણે ત્યાં આવા પાપવિરક્ત મહાત્માએ વિદ્યમાન છે.
તેથી આ કાળના વિકરાળ સ્વરૂપથી ડઘાયા સિવાય, ધર્મના અંગભૂત પ્રતિક્રમણ કરનારા પણ વિદ્યમાન છે.
*
*
વિધિ-બહુમાન
પ્રતિક્રમણના વિવિધ અંગોનું વિશદ વિશ્લેષણ કરતાં પહેલાં વિધિ' પદાર્થના તાત્ત્વિક સ્વરૂપનું વિશ્લેષણ અત્યંત જરૂરી હોવાથી અહીં તેનું નિરૂપણ કરૂ છું.
આપણે જાણીએ છીએ કે અવિધિએ સેયમાં દોરા પણ પરાવી શકાતા નથી.
Jain Educationa International
*
For Personal and Private Use Only
www.jainelibrary.org